કેન્દ્રીય ચૂંટણી પંચે પૂર્વોત્તરના ત્રણ રાજ્ય ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોનું આજે એલાન કરી દીધું છે.
પૂર્વોત્તરના 3 રાજ્યોમાં ફૂંકાયું ચૂંટણીનું બ્યૂગલ
ત્રિપુરામાં 16 ફેબ્રુઆરી 2023ના રોજ મતદાન
મેઘાલય અને નાગાલેન્ડ બન્ને રાજ્યોમાં 27 ફેબ્રુઆરીએ ચૂંટણી
2 માર્ચ 2023ના દિવસે ત્રણેય રાજ્યોમાં પરિણામ
ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની 60-60 બેઠક
પૂર્વોત્તરના ત્રણ રાજ્ય ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ગયું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં ત્રણેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનું એલાન કરીને રાજકીય પક્ષોને નેતાઓને સભાઓ ગજવાની તક આપી દીધી છે. ત્રણ રાજ્યોનું ચૂંટણી શિડ્યુઅલ જાહેર કરતાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે ત્રિપુરામાં 16 ફેબ્રુઆરી અને મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 2 માર્ચ 2023ના દિવસે ત્રણેય રાજ્યોમાં ચૂંટણી પરિણામ જાહેર કરી દેવાશે.

ત્રિપુરામાં 16 અને 27 ફેબ્રુઆરીએ મતદાન
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ત્રિપુરામાં 16 અને 27 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે તથા 2 માર્ચે મતગણતરી થશે.
ત્રણ રાજ્યોનું ચૂંટણી શિડ્યુઅલ જાહેર
ત્રણ રાજ્યોનું ચૂંટણી શિડ્યુઅલ જાહેર કરતાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, ત્રણેય રાજ્યોની મુલાકાત ચૂંટણી પંચના અધિકારીઓએ લીધી હતી. આ દરમિયાન તેમણે ત્યાંના પ્રશાસનિક અધિકારીઓ સાથે મુલાકાત કરી. કેટલાક જ રાજ્યો એવા છે જ્યાં ચૂંટણી બાદ અને તે પહેલા હિંસાની ઘટનાઓ જોવા મળે છે. હાલમાં જ બે રાજ્યોમાં ચૂંટણી થઈ છે, જ્યાં ચૂંટણી દરમિયાન આવી કોઈ હિંસા થઈ નથી. “લોકશાહીમાં હિંસાને કોઈ સ્થાન નથી. અમને આશા છે કે આ ચૂંટણીમાં પણ હિંસા જોવા નહીં મળે.
નાગાલેન્ડમાં 2,315, મેઘાલયમાં 3,482 અને ત્રિપુરામાં 3,328 પોલિંગ બૂથ
મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે, મતદાર યાદી પ્રસિદ્ધ થઈ ગઈ છે. ત્રણેય રાજ્યોમાં મહિલા મતદારોની સંખ્યા વધી છે. તેમણે કહ્યું કે નાગાલેન્ડમાં 2,315, મેઘાલયમાં 3,482 અને ત્રિપુરામાં 3,328 પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે. 50 ટકા પોલિંગ બૂથ પર વેબ કાસ્ટિંગ કરવામાં આવશે.
કયા રાજ્યમાં કેટલી બેઠક
ત્રિપુરા-60
મેઘાલય-60
નાગાલેન્ડ-60
મેઘાલયમાં ગત વખતે કોંગ્રેસ બની હતી સૌથી મોટી પાર્ટી
મેઘાલયની 2018ની વિધાનસભાની ચૂંટણીમાં 21 બેઠકો સાથે કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની હતી જોકે 60 બેઠકોવાળી વિધાનસભામાં બહુમતથી ઘણી પાછળ હતી. એનપીઈપીને 19, યુડીપીને 6 અને બાકીના પક્ષોને 14 બેઠક મળી હતી.
નાગાલેન્ડમાં 60 બેઠકો પર મતદાન
નાગાલેન્ડમાં પણ 60 બેઠકો પર મતદાન થશે. 2018ની ચૂંટણીમાં એનપીએફને 26, એનડીપીપીને 18, ભાજપને 12 જ્યારે બાકીનાના ખાતામાં 4 બેઠક આવી હતી.
ત્રિપુરામાં 60 બેઠકો પર મતદાન
ત્રિપુરામાં હાલમાં ભાજપની સરકાર છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ત્રિપુરામાં ક્લિનસ્વીપ કર્યો હતો. 60 બેઠકોવાળી વિધાનસભામાં ભાજપના 36, સીપીએમના 16 અને IPFTના 8 ધારાસભ્ય છે.
3 રાજ્યોની વિધાનસભા વિશેની માહિતી
2018માં પણ 18 જાન્યુઆરીએ જ ચૂંટણીની જાહેરાત થઈ હતી. ત્રિપુરામાં પહેલા તબક્કાનું મતદાન 18 ફેબ્રુઆરી 2018એ થયું હતું. 27 ફેબ્રુઆરી 2018ના રોજ મેઘાલય અને નાગાલેન્ડમાં મતદાન થયું હતું. 3 માર્ચ 2018ના રોજ ત્રણેય રાજ્યોના પરિણામ આવ્યા હતા. ત્રિપુરામાં હાલ ભાજપની સરકાર છે. નાગાલેન્ડ અને મેઘાલયમાં ભાજપ સત્તામાં ભાગીદાર છે. ત્રિપુરાના વર્તમાન મુખ્યમંત્રી માણિક સાહા છે. નાગાલેન્ડમાં NDPPના નેફ્યુ રિયો મુખ્યમંત્રી છે. મેઘાલયમાં NPPની સરકાર છે અને કોનરાડ સંગમા મુખ્યમંત્રી છે. નાગાલેન્ડ વિધાનસભાનો કાર્યકાળ 12 માર્ચે પૂરો થાય છે. મેઘાલય વિધાનસભાનો કાર્યકાલ 15 માર્ચે પૂરો થાય છે. ત્રિપુરા વિધાનસભાનો કાર્યકાળ 22 માર્ચે પૂરો થાય છે