નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના મોટા મંડાળા ગામથી પોલીસે ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા પોલીસે બાતમીના આધારે (૧) સુરેશભાઇ નગીનભાઇ વસાવા રહે. સુતારપુરા તા.ઝઘડીયા, જિ.ભરૂચ તથા (૨) રાજેન્દ્રભાઇ ચંન્દ્રસીંગભાઇ વસાવા રહે.ખાબજી ચૈતર ફળીયું તા.દેડીયાપાડા જિ.નર્મદા નાઓએ પોતાના કબજા માંની એક સીલ્વર કલર ની સ્વીફટ ડીઝાયર ફોરવ્હીલ ગાડી નંબર GJ-05-JA-7479 ઉપર ગેર કાયદેસર ઇંગ્લિશ દારૂ બીયર ટીન નંગ-48 કિ.રૂ.4800/- તથા બીજા બીયર ટીન નંગ-24 કિં.રૂ.2400/- મળી કુલ કિ.રૂ.7200/- તથા સ્વીફટ ડીઝાયર ગાડી નંબર GJ-05-JA-7479 ની કિં.રૂ.4,00,000/- તથા મોબાઇલ નંગ- 02 ની કિ.રૂ.4000/- ગણી કુલ કિં.રૂ.4,11,200/- નો પ્રોહી.નો મુદ્દામાલ વાહતુક કરી પ્રોહી મુદ્દામાલ સાથે પકડાઇ જઇ ગુનો કરતા પોલીસે બંને સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
સર્જન વસાવા, દેડીયાપાડા (નર્મદા)