Satya Tv News

શિનોર કિશોરનો આંબા ના ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ
ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી
પી.એમ અર્થે મોટા ફોફળીયા ખાતે મોકલી બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી

શિનોર તાલુકાના પુનિયાદ ગામે આદિવાસી કુમાર છાત્રાલય ખાતે રહેતો અને ધોરણ 10 માં અભ્યાસ કરતાં કિશોરનો આંબા ના ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર મૂળ નસવાડી તાલુકાના સાંધિયા ગામનો 16 વર્ષીય કિશોર શિનોર તાલુકાના પુનિયાદ ગામે પ્રભાત આદિવાસી કુમાર છાત્રાલયમાં રહીને ધોરણ 10 માં અભ્યાસ કરતો હતો.અને છેલ્લા બે વર્ષથી છાત્રાલયમાં રહીને અભ્યાસ કરી રહ્યો હતો.તે દરમિયાન આજરોજ પુનિયાદ ગામના તળાવ પાસે 16 વર્ષીય કિશોરીનો નાયલોન ની દોરી વડે ટુંપો ખાધેલી હાલતમાં મૃતદેહ લટકતો જોવા મળતાં ગ્રામજનો દ્વારા શિનોર પોલીસ ને જાણ કરી હતી.જે બનાવ સંદર્ભે શિનોર પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક કિશોર ના પરિવાર ને જાણ કરી હતી.જે બાદ મૃતક કિશોર ના માતા પિતા પુનિયાદ ગામે આવ્યા બાદ મૃતદેહ ને નીચે ઉતારી શિનોર પોલીસ દ્વારા પી.એમ અર્થે મોટા ફોફળીયા ખાતે મોકલી બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ રાજેશ વસાવા સત્યા ટીવી શિનોર

error: