ભરૂચ પોલીસ જાસૂસી કાંડનો મામલો
બે પોલીસ કર્મીઓ પર થઇ શકે છે ફરિયાદ
જીલ્લા પોલીસ વડા ભરશે મોટું પગલું
બંને પોલીસ કર્મી છે હાલ સસ્પેન્ડ
ભરૂચ પોલીસ જાસૂસી કાંડ મામલે મોટો ખુલાસો થાય તેવા એંધાણ વર્તાય રહ્યા છે. જેમાં ભરૂચ જીલ્લા પોલીસે વડા ડો. લીના પાટીલ સ્ટેટ મોનીટરીંગ સેલની જાસૂસી મામલે બંને સસ્પેન્ડેડ પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો દર્જ થાય તેવા અહેવાલ મળી રહ્યા છે. જોકે હાલ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી
ગુજરાત પોલીસના જાસૂસીકાંડમાં મોટું અપડેટ સામે આવી રહ્યું છે. ભરૂચ પોલીસના ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીના અધિકારીઓ – કર્મચારીઓ તેમજ સ્ટેટ મોનીટરીંગ સેલની જાસૂસી કરવાના મામલામાં પોલીસ ફરિયાદ દાખલ કરવા જઈ રહી છે. હજુ સુધી આ મામલે જીલ્લા પોલીસ તરફથી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી જોકે સંલગ્ન પોલીસ સ્ટેશનમાં હલચલ દેખાઈ રહી છે જે જોતા જિલ્લા પોલીસતંત્ર જાસૂસીકાંડને લઈ કોઈ મોટું પગલું ભરે તેમ જણાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના ટેક્નિકલ સર્વેલન્સ સ્કોડના બે પોલીસકર્મીઓ મયુર ખુમાણ અને અશોક સોલંકી બુટલેગરો માટે પોલીસ અધિકારીઓની જાસૂસી કરી રહ્યા હોવાની ઘટનાનો ભરૂચ એસપી ડો. લીના પાટીલની તપાસમાં પર્દાફાશ થયો હતો. આ બે પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરી દેવાયા છે. જેમની સામે હવે ગુનો દાખલ થઇ શકે છે. જોકે આ મામલે ભરૂચ જીલ્લા પોલીસે હાલ સુધી કોઈ સત્તાવાર માહિતી પુરી પાડી નથી.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ