કેપી સોલારીઝમ ખાતે હલદરવા જેટકો ડિવિઝન
કેપી સોલારીઝમ નો સ્ટાફ હાજર રહ્યો
હાજર કર્મીઓને સરળ ભાષામાં સમજ આપી
આમોદ ના સુડી સ્થિત કેપી સોલારીઝમ ખાતે જેટકો ના હલદરવા ડિવિઝન ની સેફટી મિટિંગ યોજવામાં આવી હતી.ઉપસ્થિત કર્મચારીઓને સલામતી અંગે ના વિવિધ મુદ્દાઓ પર વિસ્તાર થી સમજ આપવામાં આવી હતી.





આમોદ ના સુડી ગામ નજીક આવેલ કેપી સોલારીઝમ પાર્કમાં જેટકો ના હલદરવા ડિવિઝન ની સેફટી મિટિંગ એક્ઝિક્યુટિવ ઈજનેર એ પી ભાભોર ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.શૂન્ય અકસ્માત થાય એ બાબત ને ધ્યાને લઇ સેફટી મિટિંગ રાખવામાં આવી હતી.આ તબક્કે ઉપસ્થિત કર્મચારીઓને જેટકો ના નિષ્ણાત અધિકારીઓ એ.પી. ભાભોર, એમ કે શેખ,વિજય ગામીત અને એ વી ભગતે સુરક્ષા ને લગતી વિશેષ માહિતી આપી હતી.આ પ્રસંગે સોલારીઝમ ના અધીકૃત ઓફિસરે સુરક્ષા સંદર્ભે હાજર કર્મીઓને સરળ ભાષામાં સમજ આપી હતી.આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ એમ જી ગઢવી,કેપી ગ્રુપના અબરાર શેખ અને સમીર ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સત્યા ટીવી વાગરા