Satya Tv News

ભરૂચમાં બની હિટ એન્ડ રનની ઘટના

બાઇક ચાલકે એક્ટિવાને અડફેટે લીધું

ઘટનામાં એક યુવતીનું સારવાર દરમિયાન મોત

ભરૂચ શહેરના લીંક રોડ ઉપર આવેલી બેંક સામે બાઈક સવારે એક્ટિવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવતીને ગંભીર ઈજાથતા ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું.

ભરૂચના લીંક રોડ ઉપર આવેલ એચડીએફસી બેક સ્થિત આલ્ફા સોસાયટીમાં રહેતા અને રાજપીપળા સીટી સર્વે ઓફિસમાંથી નિવૃત્ત થયેલ ચંપક ચંદુભાઈ સોલંકી પોતાની એકટીવા નંબર-જી.જે.16.બી.એચ.4759 લઇ શક્તિનાથ ખાતે કામ અર્થે આવ્યાં હતા. જેઓ પરત ઘરે આવી રહ્યા હતા ત્યાં તેઓના પરિચિત અને નીપ્પન નગરમાં રહેતી 36 વર્ષીય સગુણાબે બીજલભાઈ રાઠોડ મળ્યા હતા. જેઓને એક્ટિવા ઉપર બેસાડી બેન્કની સામે આવેલ સ્ટોર ખાતે મુકવા જતા હતા.

તે દરમિયાન ભરૂચ શહેરના લીંક રોડ ઉપર આવેલી બેંક સામે કટ પાસે શ્રાવણ ચોકડી તરફથી પુરપાટ ઝડપે ધસી આવેલા બાઈક નંબર GJ 16 CD 9486ના ચાલકે એક્ટિવા સવાર વૃદ્ધ અને યુવતીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓને પગલે યુવતીને 108 સેવાની મદદ વડે પ્રથમ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી સેવાશ્રમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી, જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કરી હતી. અકસ્માત અંગે એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: