Satya Tv News

ભરૂચ જુના એસટી ડેપોની બાજુમાં ઇન્દિરા નગર ઝુપડપટ્ટીમાં આગ લાગી

ભરૂચ ઇન્દિરા નગર ઝુપડપટ્ટીમાં આગ..

ઝુપડપટ્ટીમાં આગની ઘટનાના પગલે જીવ તાળવે ચોંટયા

જાણ થતા નગરપાલિકા ફાયર ફાઈટર ઘટના સ્થળે

ભરૂચ જુના એસટી ડેપોની બાજુમાં ઇન્દિરા નગર ઝુપડપટ્ટીમાં આગ લગતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા ત્યાર બાદ આગની જાણ થતા નગરપાલિકા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો સદ્નનસીબે આગમાં કોઈ જાનહાની નહીં થયી.

ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આગ લાગવાની સતત ત્રીજી ઘટના આજે બનવા પામી હતી. ભરૂચના સ્ટેશન રોડને અડીને આવેલ ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં આજરોજ એક મકાનમાં આગ ફાટી નીકળતા ભારે નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા. મકાનમાં અચાનક ફાટી નીકળેલ આગનાં ધુમાડા દુરદૂર સુધી જોવા મળતા એક સમયે ઉપસ્થિત લોકોમાં ગભરાટનો માહોલ છવાયો હતો.મકાનમાં લાગેલ આગની ઘટનામાં ઘરની અંદર રહેલ ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી તો બીજી તરફ ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લશ્કરો એ તાત્કાલિક બે જેટલાં ફાયર ટેન્ડર ઘટના સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવતા ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવ્યો હતો, આગની આ સમગ્ર ઘટનાક્રમમાં સદનસીબે કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સત્યા ટીવી ભરૂચ

error: