Satya Tv News

સ્પીડ ભેગા બનાવ્યા વિના જ રસ્તો આપ્યો હોવાના કારણે અકસ્માતનો બનાવ બન્યો હોવાના આક્ષેપ..

બુલેટ ટ્રેનની કામગીરી માટે રોડ ઉપર ડાયવર્ઝન આપ્યું પરંતુ સ્પીડ બ્રેકર ન બનાવતા ટુ વિલર વાહન ચાલકનો ભોગ લેવાયો..

બાયપાસ ચોકડીથી દહેગામ ચોકડી નજીક પાંચથી વધુ શાળા કોલેજ અને ધાર્મિક સ્થળો હોવા છતાં સ્પીડ બ્રેકરના અભાવે એક અઠવાડિયામાં જ બેના મોત..

ભરૂચ જિલ્લામાં અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો થયો છે ત્યારે બાયપાસ ચોકડીથી દહેગામ ચોકડી વચ્ચે એક અઠવાડિયામાં જ ૨ ટુ વ્હીલર વાહન ચાલકોના અકસ્માતે મોત થતા હવે લોકોમાં રોજ ફાટી નીકળ્યો છે ત્યારે બુલેટ ટ્રેનની કામગીરી નજીક ભારે વાહનોને પસાર કરવા ડાયવર્ઝન અપાય પરંતુ સ્પીડ બ્રેકર ન લગાવવાના કારણે કે ટુ-વ્હીલર વાહન ચાલકને ટ્રેલર ચાલકે પાછળના ટાયરમાં અડફેટે લઈ અકસ્માત સર્જી મોત નિપજાવતા લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો

ભરૂચના દહેગામ ચોકડી નજીક એલ એન્ડ ટી કંપની દ્વારા બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે અને કંપનીના વાહનો પસાર કરવા માટે દહેગામ ચોકડી નજીક જાહેર માર્ગ ઉપર થી જ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે પરંતુ જાહેર માર્ગો ઉપરથી ભારે વાહનો સતત દોડતા રહ્યા છે અને આવું જ એક ભારે ટ્રેલર બુલેટ ટ્રેનની કામગીરી તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન ટ્રેલર ચાલકે પોતાનું ટ્રેલરપુર ઝડપે હંકારી પાછળના ટાયરમાં એક ટુ-વ્હીલર વાહન ચાલકને અડફેટે લઈ તેને ૫૦ ફૂટ દૂર સુધી ખેંચીને લઈ જતા તેને માથા અને પગ તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું અને અકસ્માતમાં ટ્રેલર ચાલક પોતાનું ટ્રેલર ઘટના સ્થળે મૂકી ભાગી ગયો હતો

અકસ્માત બાદ ટુવિલર ચાલકનું મોત થયું હોવાના કારણે તેની ઓળખ કરવામાં આવતા તે નજીકની સન પ્લાઝા એપાર્ટમેન્ટનો રહીશ હોય અને તેનું નામ ફરદીલ ઈકબાલ મનસુરી ઉંમર વર્ષ 21 નો હોવાનું સામે આવ્યું હતું જેના કારણે તેના પરિવારજનોની શોધખોળ કરવામાં આવી હતી ફોર દિલ મનસુરી પોતાની ગાડી લઈ કોઈ કામ અર્થે બહાર નીકળ્યો હતો તે દરમિયાન દહેગામ ચોકડી નજીક બુલેટ ટ્રેન ની કામગીરી નજીકથી ટ્રેલર પસાર થઈ રહ્યો હતો અને ટ્રેલર ચાલકે પોતાના હાથમાં રહેલું સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી અકસ્માત સર્જ્યો હતો જેમાં ટુ-વ્હીલર વાહન ચાલકનું ઘટના સ્થળે મોત થયું હોવાનું સામે આવતા મૃતકના પરિવારમાં શોકનું મોજું ફળી વળ્યું હતું અને બુલેટ ટ્રેનની કામગીરી માટે ડાયવર્ઝન જે સ્થળે અપાયું હતું ત્યાં સ્પીડ બ્રેકર ન હોવાના કારણે ટ્રેલર ચાલકે ટુ-વ્હીલર વાહન ચાલકને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારી હોવાનો આક્ષેપ લોકોએ કર્યો છે આવનાર બે-ત્રણ દિવસમાં સ્પીડ બ્રેકર લગાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે

error: