Satya Tv News

ઇટના ભઠ્ઠાઓમાં ઈટ પકાવવા માટે કરી રહ્યા જીવ સાથે છેડા
કેમિકલ અને પ્લાસ્ટિક નો ઉપયોગ કરી જીવ સાથે છમકલાં
GPCB દ્વારા નોટિસ આપવા છતાં ડર વિના ચલાવી રહ્યા છે ભઠ્ઠા
ઇટ ના ભઠ્ઠાને સીલ કરી કેમિકલ સળગાવાનું કર્યું બંધ

જલાલપુર તાલુકામાં આવેલ ચોખડ આસણા ના સીમાડા માં ગેરકાયદેસર ઇટના ભઠ્ઠા ચાલી રહ્યા છે ભઠ્ઠાઓમાં ઈટ પકાવવા માટે ઝેરી કેમિકલ અને પ્લાસ્ટિક નો ઉપયોગ કરી ગામના લોકોના જીવ સાથે છેડા કરી રહ્યા છે વારંવાર GPCB દ્વારા નોટિસ આપવા છતાં ડર વિના ચલાવી રહ્યા છે હવે તો તંત્ર દ્વારા એક્શન મોડ માં આવી ઇટ ના ભઠ્ઠા ઉપર સીલ કરે અથવા કેમિકલ સળગાવાનું બંધ કરાવે

જલાલપોર તાલુકાના આસણા, ડાભેલ,ચોખડ, પંથકમાં ચાલતા ઇંટો ના ભથ્થા ઓથી હવામાં પ્રદુષણ ફેલાતા ઇંટો ના ભઠ્ઠા ઓ ની નજીક માં આવેલ ગામો ના લોકો ના સ્વાસ્થ સાથે ચેડાં થઈ રહ્યા છે તેવી બૂમ ઉઠવા પામી છે,ઇંટો ના ભઠ્ઠા ઓમા ઇંટો પકવવા શાનો ઉપયોગ કરાઈ રહ્યો છે તે બાબતને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ નવસારી દ્વારા તપાસ કરવામાં આવે, જલાલપોર તાલુકા ડાભેલ, વાસણા, ચોખડ, પંથક માં ઠેર ઠેર ઇંટો ના ભથ્થા ઓ ફુલા ફાલ્યા છે, ત્યારે સવાલ એ થાય છે કે આ ભઠ્ઠા ઓને પરવાનગી આપવામાં આવી છે કે અથવા તો વહીવટી તંત્રને અંધારા માં રાખી ને ચાલી રહ્યા છે,જો લેવાઈ હોય તો ઇંટો ના ભથ્થા સરકારી ગાઈડ લાઈન મુજબ ચાલે છે કે કેમ તેની યોગ્ય તપાસ કરવામાં આવે,ઇંટો ના ભથ્થા ઓ નજીક આવતા ગામો માં વસવાટ કરતા લોકો ને ઇંટો ના ભઠ્ઠા માથી નીકળતા ધુમાડા થી શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે .જેથી લોકો ના સ્વાસ્થ સાથે ચેડાં થઈ રહ્યા છે.જેથી સંબધિત તંત્ર દ્વારા ઇંટો ના ભથ્થા ઓમા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી લોક મુખે ચર્ચાઈ રહ્યું છે

વિડીયો જર્નાલિસ્ટ ઈરફાન સૈયદ સત્યા ટીવી નવસારી

error: