Satya Tv News

.ભત્રીજીને પાયલોટ બનાવવા કાકાએ ખર્ચ ઉઠાવ્યો… પણ અકાળે કાકાના મોત બાદ અનેક મુશ્કેલી પાર કરી ઉર્વશી સપનું સાકાર કર્યું…

ભરૂચના જંબુસરના છેવાડાના કીમોજ ગામે માટીવાડા કાચા ઘરમાં રહેતી ખેડૂત ની દીકરી ઉર્વશી ડુબે આજે પાયલોટ બની માદરે વતન આવી પહોંચી હતી. પિતાના અથાક પરિશ્રમને કારણે ઉર્વશીના સપના આજે સાકાર થયા છે.

ઉર્વશી ગામની ગુજરાતી શાળામાં જ મૂળ પ્રાથમિક શિક્ષણ લીધું હતું. બાળપણથી ઉર્વશી ને આકાશમાં ઉડાન ભરવાની ઈચ્છા હતી પરંતુ પાયલોટ બનવાનો ખર્ચ ઘણો આવે છતાં પિતા અને કાકા પપ્પુ દુબે એ નક્કી કર્યું કે આપણે દીકરીની ઈચ્છા પરી પૂર્ણ કરીશું. જો કે કાકાએ દીકરીનો ખર્ચ તો ઉઠાવ્યો પણ કોરોના કાર્ડમાં અકાળે મોત થતા ઉર્વશીના અભ્યાસમાં ઘણી મુશ્કેલીઓ આવી છતાં પણ ઉર્વશી અને તેના પિતાએ હિંમત ન હારી અને તેના પિતાએ અને ઉર્વશીય બેંકોમાં લોન માટે આંટા ફેરા માર્યા અને દ્રઢ માનસિકતાથી ઉર્વશી આખરે પાયલોટ બનીને તેના ગામ ખાતે આવી પહોંચી હતી. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ઉર્વશી ને પાયલોટ બનાવવા માટે ખુદ સંતો પણ આગળ આવ્યા હતા. સ્તંભેશ્વર મહાદેવ મંદિરના સંત વિદ્યાનંદજી મહારાજે ઉર્વશીને હિંમત હાર્યા વગર આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. ત્યારે ફરી એકવાર યુવતીએ ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે અને પરિવારનું ગૌરવ પણ વધાર્યું છે.

error: