ડેડીયાપાડાનાં ઝાંક ગૃપ ગ્રામ પંચાયતનાં ઇન્ચાર્જ તલાટીની ઝડપી
એ.સી.બી. પોલીસ સ્ટેશન રાજપીપલા ખાતે ગુનો કર્યો રજીસ્ટર
૧૫,૦૦૦/-ની લાંચ લેતા એ.સી.બી.નાં રંગે હાથે ઝડપાયા
ડેડીયાપાડાનાં ઝાંક ગૃપ ગ્રામ પંચાયતનાં ઇન્ચાર્જ તલાટી રૂા.૧૫,૦૦૦/-ની લાંચ લેતા એ.સી.બી.નાં રંગે હાથે ઝડપાયા;રસ્તાના કામ માં ટકાવારી માંગતા ફરિયાદીએ એસીબી નો સહારો લઇ છટકું ગોઠવતા તલાટી કમ મંત્રી રંગે હાથે લાંચ લેતાં ઝડપાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી રીતેષ ગેમર દેસાઈ ઉ.વ.૨૭, ત.ક.મંત્રી, નોકરી -મંડાળા ગૃપ ગ્રામ પંચાયત ચાર્જ ઝાંક ગૃપ ગ્રામ પંચાયત હાલ રહે.ડેડીયાપાડા પ્રજાપતિ ભરત ના મકાનમાં બસ ડેપો સામે,.ડેડીયાપાડા જી.નર્મદા મુળ રહે. સેઢાલ તા.ચાણસ્મા જી.પાટણ નાઓને રૂા.૧૫,૦૦૦/- ની લાંચ લેતા એ.સી.બી.નાં રંગે હાથે ઝડપાયા છે.આ કામના ફરીયાદી ઝાંક ગામમાં સરપંચ તરીકે સેવા આપતા હોય જેઓએ RCC રસ્તાના કામ ૧૫ માં નાણાંપંચ માંથી કુલ રૂ.૩,૬૨૦૦૦/- જેટલી રકમ મંજુર કરવામાં આવેલ જે રસ્તાના કામો ફરિયાદીએ જાતે કરેલ તેઓના ગૃપ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી નાઓએ આ કામોની ટકાવારીના લાંચના નાણાં રૂ.૧૫,૦૦૦/- ફરિયાદી પાસે માંગણી કરેલ હતી.
જે લાંચની રકમ ફરીયાદીશ્રી આરોપીને આપવા માંગતા ન હોય તેઓએ નર્મદા એ.સી.બી.પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ.શ્રી ડી.ડી.વસાવા નાઓનો સંપર્ક કરી લાંચના છટકાનુ આયોજન કરતા આરોપી રીતેષ ગેમર દેસાઈ ઉ.વ.૨૭, ત.ક.મંત્રી, નોકરી -મંડાળા ગૃપ ગ્રામ પંચાયત ચાર્જ ઝાંક ગૃપ ગ્રામ પંચાયત હાલ રહે.ડેડીયાપાડા પ્રજાપતિ ભરતના મકાનમાં બસ ડેપો સામે, તા.ડેડીયાપાડા જી.નર્મદા મુળ રહે. સેઢાલ તા.ચાણસ્મા જી.પાટણ નાઓએ ફરીયાદી પાસેથી રૂ.૧૫,૦૦૦/- ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયેલ છે.જે અન્વયે નર્મદા એ.સી.બી. પોલીસ સ્ટેશન રાજપીપલા ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.
વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સત્યા ટીવી ડેડીયાપાડા