મુખ્યમંત્રી બાળ સેવા યોજના – સરકાર કરે દરકાર
નર્મદાના શીતલબહેનનું સ્વપ્ન થશે સાકાર
મુખ્યમંત્રી બાળ સુરક્ષા યોજનામાં માસિક રૂ. ૪ હજારની સહાય
કેન્દ્ર સરકારની પણ માસિક રૂ. ૪૦૦૦ ની સહાય
પીએમ કેર યોજના અંતર્ગત પણ મળી હતી રૂ. ૧૦ લાખની સહાય
કોરોનાએ દુનિયા બદલી નાખી. આ મહામારીમાં અનેક લોકોએ સ્વજન ગુમાવ્યા. આ સંજોગોમાં આજે સરકાર અનેક લોકો માટે સ્વજનની ભૂમિકા ભજવી રહી છે. મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના એક લાભાર્થી જણાવે છે કે કઈ રીતે સરકાર બની રહી છે સ્વજન
શીતલ, રાજપીપળાની નર્સિંગ કોલેજમાં બી.એસ.સીનો અભ્યાસ કરે છે. કોરોનાકાળમાં તેણે માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. આ છત્રછાયા ગુમાવ્યા બાદ તેને હતું કે નબળી આર્થિક સ્થિતિને પગલે તે વધુ અભ્યાસ નહીં કરી શકે. પણ આજે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના સહારે તે પોતાના સ્વપ્નને સાકાર કરી રહી છે. કોવીડમાં માતા-પિતા ગુમાવી ચૂકેલા બાળકોને રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી આર્થિક સહાય આપવામાં આવી રહી છે, જેથી તે બાળકો તેમનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે શીતલબહેનની જેમ આજે રાજ્યમાં અનેક લાભાર્થીઓ સરકારના સાથથી એક બહેતર જીવન જીવી રહ્યા છે. આ કિસ્સો દર્શાવે છે કે લોકશાહીમાં સરકાર કેવી રીતે નાગરિકની સાચા અર્થમાં સાથી બની રહે છે.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી નર્મદા.