કર્ણાટક ભાજપના ધારાસભ્યના પુત્રના ઘરેથી 6 કરોડ રૂપિયા મળી આવ્યા છે. વાત જાણે એમ છે કે, લોકાયુકતના અધિકારીઓ દ્વારા દરોડાની કાર્યવાહી દરમિયાન આ રકમ રિકવર કરવામાં આવી છે. ભાજપના ધારાસભ્ય માદલ વિરુપક્ષપ્પાનો પુત્ર પ્રશાંત માદલ 40 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હતો. આ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઘરના ખૂણામાં જ્યાં તે હાથ નાખતો હતો ત્યાં પૈસાની નોટો મળી આવી હતી.
ભાજપના ધારાસભ્ય માદલ વિરુપક્ષપ્પાનો પુત્ર પ્રશાંત માદલ 40 લાખની લાંચ લેતા ઝડપાયા બાદ અધિકારીઓએ તેના ઘરે દરોડા પાડ્યા હતા, જેમાં 6 કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા. લોકાયુક્ત અધિકારીઓ હજુ પણ પ્રશાંત માદલ પાસે હાજર છે અને દરોડા પાડી રહ્યા છે. પ્રશાંત માદલ એક અમલદાર છે. કર્ણાટક ચૂંટણી પહેલા ભાજપના ધારાસભ્યના પુત્રના ઘરેથી આટલી મોટી રકમની રિકવરી ભાજપ માટે શરમનું કારણ બની શકે છે. કર્ણાટકમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.