Satya Tv News

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં એક યુવાને એક છોકરીને ઘેર બોલાવીને રેપ કર્યો ત્યાર બાદ તેનો પોર્ન વીડિયો બનાવીને વાયરલ કરી દીધો હતો.

  • ઉત્તર પ્રદેશના બસ્તીની ઘટના
  • યુવકે છોકરીને ઘેર બોલાવીને કર્યો રેપ
  • વીડિયો ઉતારીને કરી બ્લેકમેલ
  • થનારા પતિને અશ્લીલ વીડિયો મોકલીને લગ્ન તોડાવી નાખ્યાં 

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના એક ગામના યુવક પર બળાત્કાર અને અશ્લીલ વીડિયો બનાવીને બ્લેકમેલ કરવાનો આરોપ લાગતો કેસ નોંધાયો છે. પીડિત છોકરીના જ્યારે લગ્ન થયા વરરાજાના મોબાઇલ પર અશ્લીલ વીડિયો મોકલીને લગ્ન પણ તોડવામાં આવ્યા હતા. 

શું બની બીના 
બસ્તીના રૂધૌલી વિસ્તારની રહેવાસી પીડિતાએ પોલીસમાં દાખલ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના ગામનો રહેવાસી શ્રીકેશ તેના જ સમાજનો છે. 2017માં એક દિવસ તેણે તેને પોતાના ઘરે બોલાવી અને બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન તેણે અશ્લીલ વીડિયો પણ બનાવ્યા હતા. રેપ બાદ તેણે મને કહ્યું કે જો તે આ વાતની કોઈને જાણ કરશે તો તેનો રેપનો વીડિયો વાયરલ કરી દેવામાં આવશે. આ વાતનો ફાયદો ઉઠાવીને તેણે અનેક વખત ધમકાવીને બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ કહ્યું કે આરોપીએ મને ફોન પણ લઈ આપ્યો હતો અને લગ્ન કરવાનું વચન આપ્યું હતું પરંતુ પીડિતાના પરિવારે તેના લગ્ન બીજે ઠેકાણે નક્કી કરી દીધા અને લગ્ન લેવાઈ પણ ગયા હતા. 
વરરાજાએ ભર્યા મંડપમાં લગ્નનો કર્યો ઈન્કાર 
એક દિવસ પીડિતાના લગ્ન પણ લેવાયા હતા અને કહેવાય છે કે પરણવા બેઠેલા વરરાજાના મોબાઈલમાં તેની થનારી દુલ્હનનો પોર્ન વીડિયો આવ્યો હતો આ જોઈને વરરાજાએ ભર્યે માંડવે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આરોપી શ્રીકેશે ઈર્ષાના માર્યા વરરાજાના મોબાઈલમાં દુલ્હન સાથેના રેપનો વીડિયો મોકલ્યો હતો. આ જોઈને વરરાજાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સ્ટેશન હાઉસ ઓફિસર સંજય કુમારે જણાવ્યું કે, ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.
આરોપીએ ગામમાં રહેતા એક વ્યક્તિના મોબાઈલમાં ફોટો વાયરલ કર્યો 
2018માં આરોપીએ ગામમાં રહેતા એક વ્યક્તિના મોબાઈલમાં ફોટો વાયરલ કર્યો હતો. આ વાતની જાણ યુવતીના પિતાને થતાં તેમણે ફરિયાદ કરી હતી. વાતચીતના આધારે બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું. આ પછી આરોપી શ્રીકેશે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ પીડિતાના પરિવારજનોએ મોટી બહેન સાથે તેના લગ્ન કરાવવા માટે તેને મુંબઈ મોકલી દીધી હતી. તેના બનેવીએ પણ તેના લગ્ન નક્કી કરી નાખ્યા હતા. આ વાતની જાણ આરોપી શ્રીકેશને થઈ હતી. આ પછી, તેણે પીડિતાના ભાવિ પતિ અને તેના પરિવારનો ફોન નંબર શોધી કાઢ્યો અને અશ્લીલ વીડિયો તેમના મોબાઇલ પર મોકલ્યો.
error: