Satya Tv News

નવસારી જિલ્લામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો નાશ
નવસારી જિલ્લા પોલીસ દ્વારા વિદેશી દારૂ કરાયો નાશ
65 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ કર્યો નાશ

નવસારી જિલ્લા પોલીસ દ્વારા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો નાશ કરવામાં આવ્યો હતો

ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની બોટલ નંગ 64,207 કિંમત રૂપિયા 65 લાખ 46,869 રૂપિયાનો મુદ્દા માલ નાશ કરતી નવસારી જિલ્લા પોલીસ સ્વચ્છતા મિશન અન્વયે ડોક્ટર કરણરાજ વાઘેલા આઇપીએસ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક નવસારી ની સુચનાથી નવસારી જિલ્લાના ચીખલી, ગણદેવી, બીલીમોરા,અને ધોલાઈ મરીન પોલીસ સ્ટેશનના ગુનામાં કબજે કરવામાં આવેલી ભારતીય બનાવટની વિદેશી દારૂના નાસને કરી આજરોજ કરવામાં આવેલ હતો

કુલ 65 લાખ 46,869 રૂપિયાનો વિદેશી દારૂનો મુદ્દામાલ પર આજરોજ જેસીબી ફેરવી નાખવામાં આવ્યો હતો આ કાર્યવાહીમાં ચીખલી પ્રાંત અધિકારી અમિત ચૌધરી નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એસ.કે રાય નશાબંધી અને આબકારી અધિકારી જીકે પટેલ નાયબ મામલતદાર પ્રાંત કચેરી તથા ચીખલી ગણદેવી ધોલાઈ મરીનના થાણા અમલદાર ની હાજરી માં ગણદેવી જૂની પોલીસ લાઈન બંધારા પાસે આ મુદ્દામાલનો નાશ કરવામાં આવયો,

વિડીયો જર્નાલિસ્ટ ઈરફાન સૈયદ સત્યા ટીવી નવસારી

error: