યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી દ્વારા તાજેતર માં લેવાયેલી બીઈ સેમેસ્ટર ૩ ની તમામ બ્રાન્ચ નુ પરિણામ જાહેર કરવામાં આવ્યું. યુનિવર્સિટી ના ૨૧૪ વિદ્યાર્થી પૈકી ૨૧ વિદ્યાર્થીઓએ ૯.૫ ઉપર SPI, ૨૬ વિદ્યાર્થીઓએ ૯ ઉપર SPI અને ૨૬ વિદ્યાર્થીઓએ ૮.૫ ઉપર SPI મેળવેલ છે. કેમિકેલ એન્જિનિયરીંગ માં દિપાલી કેતનકુમાર પટેલ ૯.૯૨ SPI, કમ્પ્યુટર એન્જિનિયરીંગ માં માનસીબેન સંજયસિંહ પરમાર ૯.૮૫ SPI, એન્વાયરન્મેન્ટ સાયન્સ એન્ડ ટેક્નોલોજી માં અંજલિ કમલેશભાઈ યાદવ અને ભૌમિત જયંતભાઈ તલાવીયા ૯.૮૧ SPI, ઈલેક્ટ્રીકલ એન્જિનિયરીંગ માં પ્રતિકભાઈ જનુભાઈ પાલવે ૯.૬૯ SPI, મિકેનિકેલ એન્જિનિયરીંગ માં વિલાશભાઈ સુરેશભાઇ ખુરકુટીયા ૯.૪૨ SPI અને કેમિકેલ ટેક્નોલોજી માં મીત ભરતભાઇ રાઠોડ ૯ SPI સાથે પ્રથમ ક્રમે રહ્યા છે. યુનિવર્સિટી નું એકંદરે પરિણામ ૫૬.૫૪ % રહ્યું છે.
યુનિવર્સિટી ના આવા પરિણામ બદલ UPL મેનેજમેન્ટ તેમજ પ્રેસિડન્ટ અશોક અશોક પંજવાણી તમામ વિદ્યાર્થીઓને તેમજ તેમના પરિવારજનોને હાર્દિક અભિનંદન આપેલ છે, સાથે સાથે તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવેલ છે.