ઝઘડિયા તાલુકામાં ધોરીમાર્ગ પર અડફેટમાં આવતા મહિલાનું મોત
વાહનચાલકો બેફિકરાઇથી બેફામ વાહનો હંકારતા જીવલેણ અકસ્માતો
૬૦ વર્ષીય વૃધ્ધ મહિલાને ફોર વ્હિલ ચાલકેના અડફેટમાં આવતા ગંભીર ઇજા
સારવાર માટે વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે લઇ જવાયા
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો ધોરીમાર્ગ ચોવીસ કલાક વાહનોની રફતારથી ધબકતો રહે છે. આ ધોરીમાર્ગ પર દોડતા વાહનો પૈકી ઘણાં વાહનચાલકો બેફિકરાઇથી બેફામ વાહનો હંકારતા હોઇ છાસવારે જીવલેણ અકસ્માતો સર્જાય છે
અકસ્માતની બીજી ઘટનામાં ઉમલ્લા દુ.વાઘપુરા ગામે રોડ ક્રોસ કરતી એક ૬૦ વર્ષીય વૃધ્ધ મહિલાને એક અજાણ્યા ફોર વ્હિલ ચાલકે અડફેટમાં લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ આ મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ દુ.વાઘપુરા ગામે નીચલા ફળિયામાં રહેતા ચંપા ઉર્ફે સોમી વસાવા ગતરોજ તા.૮ મીના રોજ સવારના સાડા નવ વાગ્યાના અરસામાં રોડ ઓળંગતા હતા ત્યારે કોઇ અજાણ્યા ફોર વ્હિલ ચાલકે અડફેટમાં લેતા ચંપા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ બેભાન થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ઉમલ્લા સરકારી દવાખાને લઇ જવાયા બાદ વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અજાણ્યો ફોર વ્હિલ ચાલક અકસ્માત બાદ નાશી ગયેલ હતો. ઘટના સંદર્ભે મૃતકના પુત્ર રાજેશ બોખાવસાવા રહે.દુ.વાઘપુરા તા.ઝઘડિયાનાએ અકસ્માત કરી નાશી છુટેલ અજાણ્યા વાહન ચાલક વિરુધ્ધ ફરિયાદ લખાવી હતી.
વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સત્યા ટીવી ઝઘડિયા