Satya Tv News

નર્મદાની પરિક્રમા કરવા નીકળેલ આધેડને આવ્યો હાર્ટ એટેક
મધ્ય પ્રદેશ ના આધેડનો શિનોરના કંજેઠા ગામે હાર્ટ એટેકથી મોત
નર્મદા કાંઠે હાર્ટ એટેક આવવાથી મોત નીપજતાં ચકચાર

નર્મદાની પરિક્રમા કરવા નીકળેલા મધ્ય પ્રદેશ ના આધેડનું કંજેઠા ગામે નર્મદા કાંઠે હાર્ટ એટેક આવવાથી મોત નીપજતાં ચકચાર મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસાર મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લા ના જિનવાની ખાતે રહેતાં 60 વર્ષીય નારાયણ મીણા અન્ય પરિક્રમવાસીઓ સાથે 18 ફેબ્રુઆરી ના રોજ પોતાના ઘરેથી પરિક્રમા અર્થે નીકળેલા હતાં. સતત 22 દિવસ પગપાળા ચાલીને નર્મદા નદીની 800 કિલોમીટર ની પરિક્રમા પૂર્ણ કરી શિનોર તાલુકાના કંજેઠા ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીના કાંઠે પહોંચ્યા હતાં. તે દરમિયાન આજરોજ એકાએક 60 વર્ષીય નારાયણ મીણા ને હાર્ટ એટેક આવતાં અન્ય પરિક્રમવાસીઓએ ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ બોલાવી મોટા ફોફળીયા સી.એ.પટેલ.સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડૉકટર દ્વારા નારાયણ મીણા ને મૃત જાહેર કરાયાં હતાં. જે બાદ અન્ય પરિક્રમાવાસીઓ દ્વારા મૃતક નારાયણ મીણા ના પરિવારજનોને જાણ કરાઈ હતી.

વિડીયો જર્નાલિસ્ટ રાજેશ વસાવા સત્યા ટીવી શિનોર

error: