Satya Tv News

ઝઘડિયા જીઆઇડીસી પોલીસના પેટ્રોલિંગ દરમિયાન કેમિકલ ચોરી ઝડપાઇ- પોલીસે ૫૮ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતેની જીઆઇડીસીમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતા ત્રણ ઇસમોને ઝઘડિયા જીઆઇડીસી પોલીસે ઝડપી લીધા હતા. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડિયા જીઆઇડીસી પોલીસને ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતીકે જીઆઇડીસીમાં કેટલાક અલગઅલગ ટ્રાન્સપોર્ટના ટેન્કરના ડ્રાઇવરો કેટલાક ટેન્કરમાં કંપની તરફથી લગાવેલ સીલ તોડીને વિવિધ પ્રકારના પ્રવાહી પ્લાસ્ટિકના કેરબામાં ભરે છે. પોલીસે આ સંદર્ભે તપાસ કરતા જીઆઇડીસીમાં આવેલ ઇવોનિક (હુબર) કંપની સામે આવેલ આરતી કંપનીના પાર્કિંગમાં ટેન્કરનું કંપનીનું સીલ તોડીને તેમાંથી એક ટેમ્પોમાં રાખેલ પ્લાસ્ટિકના બેરલોમાં ભરીને ૮૩૦ કિલો જેટલું રુ.૯૮૭૭૦ ની કિંમતનું કેમિકલ સગેવગે કરતા ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા. પોલીસે આ ગુના અંતર્ગત અનિલ લાલચન્દ વર્મા રહે.ઉત્તરપ્રદેશ તેમજ પ્રકાશ ભેરુલાલ ખટીક અને જગદીશચંદ્ર ખટીક બન્ને હાલ રહે. કીમ ચોકડી જિ.સુરત અને મુળ રહે. રાજસ્થાનનાને ટેન્કરો અને ટેમ્પો સહિત કુલ રુ.૫૮૭૯૦૧૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે અન્ય એક ટેન્કર ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો.આ કેમિકલ ગાંધીધામ કંડલા ખાતેથી ટેન્કરમાં ભરીને ઝઘડિયા જીઆઇડીસીની લેન્સેક્ષ ઇન્ડિયા નામની કંપનીમાં ખાલી કરવા લાવવામાં આવ્યું હતું. ઝઘડિયા જીઆઇડીસી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આ કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.

error: