Satya Tv News

વાગરા ના બદલપુરા ગામે વીજળી પડતા એક આધેડ ને સામાન્ય ઇજા પહોંચી
108 મારફતે વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા
કમોસમી વરસાદે ખેડૂતોનું ટેંશન માં વધારો કર્યો

વાગરા પંથક માં બપોરના સમયે વરસાદ પડતા વાતાવરણ માં ઠંડક પ્રસરી જવા પામી હતી.જ્યારે વાગરા ના એક ગામમાં આંબલી નીચે આરામ કરતા એક ઈસમ ને વીજળી પડતા સામાન્ય ઇજા થતા વાગરા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.

     વાગરા પંથકમાં બપોરના સમયે એકાએક વાતાવરણ માં પલ્ટો આવ્યો હતો.વાતાવરણ ઠંડુ થવા સાથે જોરદાર વરસાદ પડતા થોડીકવાર માં પાણી પાણી થઈ ગયુ હતુ.તો બીજી તરફ વાગરા ના બદલપુરા ગામે દિનેશ ગોરધન વસાવા ઉ.વ. ૫૦ આંબલી ના ઝાડ નીચે આરામ કરતા હતા.એવા સમયે આંબલી ના ઉપર વીજ પડતા વીજળી નો ભોગ આધેડ દિનેશભાઇ બન્યા હતા.તેમના શરીર ના પાછળ ના ભાગે વીજ પડતા શર્ટ અને ગંજી નો થોડો ભાગ બળી જવા પામ્યો હતો.અને શરીર ના ઉપર સામાન્ય ઇજા થવા પામી હતી.ઇજાગ્રસ્તને ૧૦૮ મારફતે વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તપાસ દરમિયાન તેમને સામાન્ય ઇજા થઈ હોવાનું જાણવા મળ્યુ હતુ.મળતી માહિતી મુજબ દિનેશભાઇ ની તબિયત સારી હોવાના માહિતી સાંપડી છે.કમોસમી વરસાદ પડતા ખેડૂતોનું ટેંશન માં વધારો થવા પામ્યો હતો.કારણ કે હજુ પણ ખેતરો માં અનેક ખેડૂતોનો પાક તૈયાર થઈ ને ઉભો છે.તો કેટલાયે ખેડૂતો નો પાક ખરી માં પડ્યો છે.જેને પગલે જગત નો તાત ની મુશ્કેલીઓ ઘટવા ને બદલે વધી રહી છે.

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સત્યા ટીવી વાગરા

error: