પહેલા જ દિને વાવાઝોડાના પ્રકોપથી શ્રધ્ધાળુઓ હનુમાન ચાલીસા ગાતા છુટકારો પવન મંદ થયો
સોડગામમાંકથાનોતમામગંગાસ્વરૂપબહેનોએદીપપ્રાગટ્યકરીનેકરાવેલોશુભારંભ,











સોડગામમાં રામકથાના પહેલા જ દિવસે એક તબક્કે વાવાઝોડું આવતા ગ્રામજનો અને આજુબાજુના શ્રોતાઓએ #હનુમાન_ચાલીસાનો પાઠ શ્રવણ કરતા ક્ષણવારમાં પવન તદ્દન ધીમો પડી ગયો.પરમ.પૂજ્ય ભગતબાપુની રામકથામાં પહેલા જ દિવસે ગામની ગંગા સ્વરૂપ (વિધવા) બહેનો પાસે દીપ પ્રાગટ્ય કરાવીને કથાની શુભશરૂઆત કરી હતી.પુ.બાપુના મુખેથી શ્રોતાઓબને જણાવ્યું કે અમારી જેટલી કથાઓ થઇ એમાં પાછળ રામ-સીતાજીનો ફોટો મુકાતો હતો.પણ સોડગામના આંગણે પહેલી વખત હનુમાનજી ભગવાનની લાક્ષણીક છબી મુકતા કથાના પહેલા જ દિને (વાવાઝોડા) પવનથી ભગવાન પવનપુત્ર હનુમાનજી સમીપ થયાનો આપણને અહેસાસ થયો છે.
વાલિયાના સોડગામમાં સર્પેશ્વર મહાદેવ મંદિરના આંગણે બુધવારથી ભગતબાપુ દ્વારા રામકથાનો શુભારંભ કરાયો હતો.કથાના પહેલા જ દિવસે વાદળો ઘેરાતા માવઠું પડે તો શ્રોતાઓ અને કથાની વાણીમાંપ્રકોપ નડે એવું લાગતું હતું.જો કે આખા ગ્રામજનો અને આજુબાજુના શ્રોતાઓ આવીને મક્કમતાથી વરસાદના છાંટા પણ કથા સાંભળવા બેસવાનું નક્કી થતા આખા ગામમાં કુંવારિકાઓ દ્વારા પૂરી શ્રધ્ધાથી પોથીની શોભાયાત્રા કાઢી હતી.કથાનો શુભારંભ માટે આખા સોડગામની (સંપૂર્ણ વિધવા સહાય યોજનાનો લાભ લેતી)ગંગા સ્વરૂપ (વિધવા) બહેનો પાસે મંત્રોચ્ચાર સાથે દીપ પ્રાગટ્ય કરાવ્યું હતું.જે કથામાં ભગતબાપુએ જણાવ્યું હતું કે જેને રામ પર ભરોસો હોય એવા શ્રોતાજનો બેઠા હોય એનો મને આનંદ છે.પવન ગતિનું કામ કરે છતાં તમારા બધાના શુકનવંતા ભાવથી પવને મંદ ગતિમાં આવ્યો છે.ઉલ્લેખનીય એ છે કે વાવાઝોડાનો પવન થંભી ગયા બાદ ગામમાં અમી છાંટણાં પડતા શ્રધ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી.