Satya Tv News

પ્રોત્સાહક યોજના અંતર્ગત ૫૦૦૦૦/- ₹ નો ચેક અર્પણ કરાયો

મહિલા પાણી સમિતિ અસરકારક કામગીરી કરી દિલ્હી કક્ષા એ એવોર્ડ પ્રાપ્ત કરે : દર્શનાબેન પટેલ,યુનિટ મેનેજર વાસ્મો- ભરૂચ

ભરૂચ જિલ્લા વાસ્મો દ્વારા મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના અંતર્ગત પસંદગી પામેલ પાણી સમિતિઓને પ્રોત્સાહન રૂપે પચાસ હજાર ના ચેક અર્પણ કર્યા હતા.પાણી સમિતિની બહેનો ને પાણી ના મૂલ્ય ને સમજી તેનો બગાડ નહિ કરવા સમજ આપવમાં આવી હતી.

                મહિલાઓ સશક્ત બને અને ગામના વહીવટ માં આગળ આવી તેનું યોગદાન આપે એ માટે ભૂતપૂર્વ મુખ્ય મંત્રી આનંદીબેન પટેલે મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના શરૂ કરી હતી.આ અંગે નો કાર્યક્રમ જિલ્લા આયોજન ભવન ના હોલમાં રાખવામાં આવ્યો હતો.જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાની ૭૦% થી વધુ મહિલા ધરાવતી ૮ ગામની પાણી સમિતિ ની પ્રોત્સાહીન અનુદાન માટે પસંદગી પામી હતી.જેમાં આમોદ તાલુકા નુ કોલવણા,અનોર,જંબુસર નું ગજેરા,વાગરા નું મોસમ,ભરૂચ નું પારખેત,અંકલેશ્વર નું આવદર,તેમજ વાલિયા તાલુકા નું વાલિયા અને કોંઢ નો સમાવેશ થયો હતો.આ પ્રસંગે પસંદગી પામેલ પાણી સમિતિ ની મહિલાઓને ભરૂચ વાસ્મો ના યુનિટ મેનેજર દર્શનાબેન પટેલ ના હસ્તે પચાસ હજાર નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.તેમણે ઉપસ્થિત મહિલાઓને  આટલે થી ન અટકતા દિલ્હીથી એવોર્ડ પ્રાપ્ત થાય એ માટે અસરકારક કામગીરી કરવા લાગી જવા જણાવ્યુ હતુ. 

મહિલાઓનું સશક્તિકરણ થાય,પાણી સમિતિમાં મહિલાઓની ભૂમિકા અને જવાબદારીઓ તેમજ કાયદાકીય માર્ગદર્શન ના ઉપર ઉપસ્થિત વક્તાઓએ વિશેષ સમજ આપી હતી.આ સાથે હાજરજનોને પાણી ની જાળવણી અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં વાસ્મો ના દામીનીબેન,મયુરિબેન,કમલેશ સિંધા,હેમેન્દ્ર ગઢવી,કાનૂની સહાય કેન્દ્ર ના પ્રેમીલાબેન,નારી અદાલત ના પાયલબેન,તલાટીઓ,સરપંચો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સત્યા ટીવી વાગરા.

error: