નેત્રંગમાં ટ્રકમાં કતલખાનામાં પશુઓ સહિત સાત આરોપી ઝડપી
આરોપી સાથે રૂ. ૧૧,૨૦,૦૦૦નો મુદામાલ જપ્ત કાર્યવાહી હાથ ધરી
ટ્રક માંથી ૧૫ ભેંસો તેમજ બીજી ટ્રક માંથી ૧૭ ભેંસો મળી આવી
નેત્રંગ પોલિશ ને મળી મોટીસફડતા ચંદ્રવાણ પાટિયા પાસે થી બે અલગ અલગ ટ્રકમાં કતલખાને લઈ જવાતા પશુઓ સહિત કુલ સાત આરોપી સાથે ૧૧,૨૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી આગળ ની કાર્યવાહી ની તજવીજ હાથ ધરી છે
નેત્રંગ પોલીસ નો સ્ટાફ ૧૮મી માર્ચ ના રોજ પ્રેટોલીગ મા હતો તે દરમિયાન ટેલિફોનિક મેસેજ મળેલ કે અંકલેશ્વર તરફથી આવતી બે ટ્રકમાં ગ્રેર કાયદેસર કતલના ઈરાદે પશુઓ ભરી સાત ઈસમો નેત્રંગ- ડેડીયાપાડા માર્ગ પરથી પસાર થવાના છે. જેના આધારે પોલીસે ચંદવાણ ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળી બે ટ્રક (૧) જીજે ૨૭ ટીટી ૦૦૨૨ (૨) જીજે ૨૭ ટીડી ૩૦૦૪ આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તાડપત્રી અને લાકડાના પાટિયા ખોલી જોતા એક ટ્રક માંથી ૧૫ ભેંસો તેમજ બીજી ટ્રક માંથી ૧૭ ભેંસો મળી આવી હતી. પોલીસે તમામ પશુઓને મુક્ત કરી ( ૧) બિસમીલ્લા વાહેદખાન પઠાણ મુસ્લીમ રહે સાગબારા (૨) આરીફ આસીફ શેખ જાતે રહે સેલંબા (૩) ઐયુબ રફીક મકરાણી રહે સેલંબા (૪) મુસ્તકીમ સીધી રહે વલણ (૫) સેહબાજ રહે ભરૂચ ( ૬) ઈશાક મહમદ અનીફ મેલીયા રહે મુલતાનીવાડ મદીના હોટલની બાજુમા ભરૂચ. (૭) મુસ્તાક વલી ડભોયા રહે વલણ ઉપરોક્ત સાતેયની પોલીસે અટકાયત કરી હતી. પોલીસે ભેંસો નંગ ૩૨ જેની કિંમત ૩,૨૦,૦૦૦/ તેમજ બે ટ્રક કિંમત રૂપિયા ૮૦૦ ૦૦૦/ મળી કુલ્લે રૂપિયા ૧૧,૨૦,૦૦૦/ મુદામાલ જપ્ત કરી નેત્રંગ પોલિશ આગળ ની કાર્યવાહી ની તાજવીજ હાથ ધરી છે
વિડ્યો જર્નાલિસ્ટ મિતેષ આહીર સાથે સત્યા ટીવી નેત્રંગ