Skip to main content

Satya Tv News

કોંગ્રેસના પૂર્વ સલાહકાર મર્હુમ અહેમદ પટેલના સંતાનોમાં પુત્ર અને પુત્રી છે. મર્હુમ અહેમદ પટેલના નિધન બાદ તેમના પુત્રી રાજકીય પ્રસંગે અવાર નવાર જોવા મળ્યા છે. જો કે, અત્યાર સુધી તેઓ ક્યારેય ખુલીને ચૂંટણી લડવા અંગે બહાર આવ્યા નથી. તાજેતરમાં મુમતાઝ પટેલે તેમના માઇક્રો બ્લોગીંગ એકાઉન્ટ ટ્વીટર પર કેન્દ્રિય પરિવહન મંત્રી નિતીન ગડકરી સાથેનો ફોટો મુક્યો હતો. ફોટા સાથે લખ્યું કે, નિતીન ગડકરી સાથે મીટીંગ સકારાત્મક રહી. હાલ ભરૂચ જિલ્લામાં નેશનલ હાઇવે 48 પર આવતા ખરોડ હાઇવે તથા સ્વામી વિવેકાનંદ ઇંગ્લીશ મીડિયમ સ્કુલ, અંકલેશ્વર બહાર રોડના એક્સ્ટેન્સન અંગે મીટિંગ હતી. તેમણે સંબંધિત અધિકારીઓને કાર્યવાહી કરવા સુચન કર્યું છે

તો બીજી તરફ મુમતાઝ પટેલ લોકસભા 2024 ની ચૂંટણીઓને લઇને તૈયારીઓ કરી રહી હોવાની ચર્ચાઓ પણ તેજ બની છે. તાજેતરમાં કોંગ્રેસના ભારત જોડો યાત્રા તથા અધિવેશનમાં પણ તેઓની કોંગ્રેસના મોટા ગજાના નેતાઓ સાથેની તસ્વીર સામે આવી હતી. આ જોતા તેઓ આવનાર સમયમાં ચૂંટણીમાં ઝંપલાવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. જો કે, તેઓ ચૂંટણી લડવા અંગે ખુલીને કંઇ ન બોલતા ચર્ચાઓ અને અટકળો સમયે સમયે સ્થાન લે છે.

error: