Satya Tv News

ભરૂચ રાજ્યની તમામ સબ જેલમાં કરવામાં આવ્યું મેગા સર્ચ

ભરૂચ સબ જેલમાં જિલ્લા પોલીસ વડા સહિત અન્ય ટીમોના સર્ચ.

સબ જેલમાં કેદીઓ પાસેથી મોબાઈલ મળવાની ઘટનાઓ આવી સામે

સંવેદન શીલ જિલ્લાની યાદીમાંમાં આવે છે ભરૂચ જિલ્લાની સબ જેલ

ભરૂચ સબ જેલમાંથી જિલ્લા પોલીસ વડા ડૉ લીના પાટિલ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસસોજી સહિત વિવિધ પોલીસ મથકના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ દ્વારા ભરૂચ સબ જેલમાં ચેકીંગ હાથ ધરાયું હતું.

ગૃહ વિભાગ સૂચના થી રાજ્યની તમામ સબ જેલમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ભરૂચ સબ જેલમાં પણ જિલ્લા પોલીસ વડા ડૉ લીના પાટિલ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસસોજી સહિત વિવિધ પોલીસ મથકના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ દ્વારા ભરૂચ સબ જેલમાં ચેકીંગ હાથ ધરાયું હતું. ભરૂચ સબ જેલમાંથી પણ કેદીઓ પાસેથી અવાર નવાર મોબાઈલ મળવા તેમજ અન્ય ગેરકાયદેસર ની પ્રવૃત્તિઓ ડામવા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ભરૂચ જિલ્લો સંવેદનશીલ જિલ્લાની યાદીમાંમાં આવે છે ત્યારે ભરૂચ સબ જેલ માં ઘણ કેદીઓ પાકા કામના કેદીઓને સંખ્યા વધુ હોવાથી અહીથી મોબાઈલ સહિત ગર કાયદેસર પ્રવૃત્તિ માટેના સમાચારો પણ બહાર આવ્યા હતા. જેથી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વિવિધ પોલીસ મથકના અધિકારીઓ અને એક સી બી અને એસ ઓ જી ની ટીમો સાથે સઘન ચેકીંગ હાથ ધરાયું હતું.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: