૧૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો
દહેજ પંચાયત હોલમાં ડી.એમ.સી.સી કંપની દ્વારા મેડીકલ કેમ્પ નું આયોજન કર્યું હતુ.મેડીકલ કેમ્પમાં સો થી વધુ દર્દીઓની તપાસ કરી વિના મૂલ્યે દવાઓ આપવામાં આવી હતી.









સમાજ નો કોઈપણ માણસ પોતાના સ્વાસ્થય ના લઈ ને પીડાય નહિ અને સમયસર તેનુ નિદાન થાય એ હેતુસર દહેજ ખાતે આવેલ ડી.એમ.સી.સી. કંપની,એસ.એમ.પી. ચેરીટેબલ ટ્રસ્ટ અને દહેજ ગ્રામપંચાયત ના સંયુક્ત ઉપક્રમે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.મેડીકલ કેમ્પમાં સ્ત્રી રોગ જનરલ ચેકઅપ નું નિષ્ણાત ડૉક્ટર દ્વારા નિદાન કરવામાં આવ્યુ હતુ.મેડીકલ કેમ્પ માં આવેલ ૧૦૦ થી વધુ દર્દીઓને વિનામૂલ્યે દવાઓ આપવામાં આવી હતી.આ પ્રસંગે ડી.એમ.સી.સી. ના વી.પી. ઓપરેશન કુલદીપકુમાર તિવારી,એચઆર & આઈ.આર મેનેજર હરીન પટેલ,દહેજ સરપંચ જ્યેન્દ્રસિંહ રણા,એસ.એમ.પી ચેરીટેબલ ટ્રસ્ટ ના ધર્મિષ્ઠાબેન પટેલ સહિત ડોકટર ટીમ એ ખડેપગે ઉભા રહી સેવા આપી હતી.દહેજ સરપંચે મેડીકલ કેમ્પનું આયોજન કરવા બદલ કંપનીનો આભાર માન્યો હતો.અને માનવ કલ્યાણના કાર્યો કરતી રહે એવી અપેક્ષા રાખી હતી.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સાથે સત્યા ટીવી વાગરા