Skip to main content

Satya Tv News

વાલિયાના ઝરપણ ફળિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

૧૪ હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી

વિદેશી દારૂની ૯૮ નંગ બોટલ સાથે ૧૪ હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબજે

વાલિયા પોલીસે ગુંદીયા ગામના ઝરપણ ફળિયા નજીક ઝાડીમાં ૧૪ હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જયારે બુટલેગર ફરાર થઇ ગયો હતો

વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ગુંદીયા ગામના ઝરપણ ફળિયામાં રહેતો બુટલેગર અલ્પેશ અરવિંદ વસાવા નજીક ઝાડી ઝાખરડામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૯૮ નંગ બોટલ મળી ૧૪ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર અલ્પેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા

error: