વાગરા કોલવણા ખાતે કંસાઈ નેરોલેક કંપનીએ પાણીની ટાંકીનું કર્યું લોકાર્પણ
પાંચ લાખથી વધુના ખર્ચે બનેલ ટાંકી ગ્રામજનોને કરાઈ અર્પણ
જનહિતના કાર્યો કરવા કટીબદ્ધ છે કંપની
પીવાના પાણીની ૧૬૦૦૦ લીટર ક્ષમતા ધરાવતી બનાઈ આપી ટાંકી
:
કોલવણા ગામે કંસાઈ નેરોલેક પેન્ટ્સ કંપની દ્ધારા નિર્માણાધિન પાણી ની ટાંકી નું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.પાંચ લાખ થી વધુ ખર્ચે બનેલ પીવાના પાણી ની ટાંકી ગ્રામજનો માટે ખુલ્લી મુકાતા લોકોમાં ખુશી પ્રસરી જવા પામી હતી.
અરગામા સ્થિત કંસાઈ નેરોલેક પેન્ટ્સ લિ. કંપની સી.એસ.આર. પ્રવૃત્તિ ભરૂચ જિલ્લામાં સારી રીતે કરી રહી છે.એજ્યુકેશન,ઈન્ફ્રાસ્ટ્રક્ચર,આરોગ્ય સહિત અનેક લોક ઉપયોગી કાર્યો કરી કંપનીએ લોકો પ્રત્યે ની સોશ્યિલ કોર્પોરેટ રિસ્પોનસીબીલીટી અસરકારક રીતે નિભાવી રહી છે.આમોદ ના કોલવણા ગામે ગત વર્ષે પ્રાથમિક શાળાઓ ના બાળકો માટે એક ફૂટપાથ બનાવી આપી ભૂલકાઓ ને રક્ષણ આપવાનું કામ કર્યું હતુ.આટલે થી ન અટકતા કંપનીએ કોલવણા ગ્રામજનો માટે પાંચ લાખ થી વધુ ના ખર્ચે પીવાના પાણી ની ૧૬૦૦૦ લીટર ક્ષમતા ધરાવતી ટાંકી બનાવી આપી ઉમદા કામગીરી નિભાવી હતી.રાજ્ય અને કેન્દ્ર સરકાર દરેક માનવી ને પીવાનું પાણી મળે એ માટે પ્રોજેકટ હાથ ધરી રહી છે.ત્યારે કંસાઈ નેરોલેક કંપનીએ કોલવણા કામકાજ અર્થે આવતા શ્રમિકો,રાહદારીઓ અને ગામ ના લોકો માટે ટાંકી બનાવી પ્રાણ ફૂંકવાનું કામ કર્યું હતુ.નવનિર્મિત ટાંકી ને કંપની ના સાઈડ હેડ રાજેશ પટેલે રિબન ખેંચી ખુલ્લી મુક્તા લોકોમાં ખુશી પ્રસરી જવા પામી હતી.આ પ્રસંગે બોલતા રાજેશ પટેલ જણાવ્યુ હતુ કે અમે અમારી જવાબદારી નિભાવી રહ્યા છે.કોલવણા ગ્રામજનો ના જાહેરહિત ના કાર્યો અમે ભવિષ્ય માં પણ કરતા રહીશું.આ સાથે તેમણે પ્રાથમિક શાળા ના બાળકો ને શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરી કારકિર્દી બનાવવા જણાવ્યુ હતુ.ઉદ્દઘાટન પ્રસંગે સરપંચ ઝફર ગડીમલે કંપની નો વિશેષ આભાર માનવા સાથે ભવિષ્યમાં ગામ ના અન્ય લોકહિત ના કામ કરશો એવી અપેક્ષા રાખી હતી.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સાથે સત્યા ટીવી વાગરા