Satya Tv News

થાણેના ભાયંદરથી એક ખૂબ જ દર્દનાક ઘટના સામે આવી છે. અહીં એક 13 વર્ષીય સગીરે આત્મહત્યા કરી લીધી કારણ કે તેની મરજી વિરુદ્ધ તેના વાળ ટૂંકા કરવામાં આવ્યા હતા. જાણકારી અનુસાર બાળક બાથરૂમની બારીમાંથી કૂદી ગયો હતો. આ પરિવાર બિલ્ડિંગના 16 મા માળે રહેતો હતો. નવઘર પોલીસે આ અકસ્માતમાં મોતનો ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર શત્રુઘ્ન પાઠક 8માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. તે ભાયંદર પૂર્વમાં ન્યુ ગોલ્ડન બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં રાત્રે 11 વાગ્યાની આસપાસ લોહીલુહાણ હાલતમાં પડેલો મળી આવ્યો હતો દિવસ દરમિયાન શત્રુઘ્નનો પિતરાઈ ભાઈ તેને વાળ કપાવવા લઈ ગયો હતો. પોતાની મરજી વિરૃદ્ધ વાળ ટૂંકા કરાવી નખાતાં છોકરાને લાગી આવ્યું હતું અને સતત રડતો રહ્યો હતો. મોટી બહેનો અને માતા-પિતાએ તેને સમજાવવાની ઘણી કોશિશ કરી છતાં પણ તે હળવો થયો હતો અને તેણે જીવન ટૂંકાવી દેવાનો નિર્ણય કર્યો હતો.

રાત્રે 11 વાગ્યાની આસપાસ જ્યારે પરિવારના તમામ સભ્યો સુઈ ગયા ત્યારે તે બાથરૂમમાં ગયો હતો. તે અહીં બારીમાંથી કૂદી પડ્યો. આ બારીમાં ગ્રીલ નહોતી. બિલ્ડિંગના સિક્યોરિટી ગાર્ડને જ્યારે કંઇક પડવાનો અવાજ સંભળાયો તો તે ત્યાં દોડી ગયો. તરત જ લોકોએ બાળકને હોસ્પિટલ પહોંચાડી દીધું પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ તેનું મોત થઇ ગયું.

ઉલ્લેખનીય છે કે યુપીના લખનઉમાં એક બાળકે મોબાઈલ ગેમ રમવાથી રોકવાના કારણે આત્મહત્યા કરી લીધી હતી.પરંતુ વાળ કપાવવા જેવી બાબતે આત્મહત્યાનો કદાચ પહેલો કેસ છે.

error: