Satya Tv News

વાલિયા ગામમાં પુત્રની બાબરીના પ્રસંગમાં નાચતી વખતે બે ઈસમોએ કરી મારામારી

બાબરીના પ્રસંગમાં નાચતી વેળાએ યુવાનને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ

માથાકૂટ કરી કરન વસાવાને લાકડાના સપાટા વડે માર માર્યો

મારામારી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

વાલિયા તાલુકાના ભિલોડ ગામની સ્કુલ પાસે બાબરીના પ્રસંગમાં નાચતી વેળા કોણી વાગવાની રીસ રાખી બે ઈસમોએ યુવાનને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ

વાલિયા તાલુકાના ભિલોડ ગામના તળાવ ફળિયામાં રહેતા કરન કાનજી વસાવા ગામમાં કિશન વસાવાના પુત્રની બાબરીના પ્રસંગમાં તેઓના મિત્રો સાથે નાચવા ગયા હતા તે વેળા પીન્કેશ ભરત વસાવાને નાચતી વખતે કોણી વાગી પીન્કેશ ભરત વસાવા અને પીન્કેશ રવિયા વસાવાએ ઝઘડો કર્યો હતો જે ઝઘડાને પગલે યુવાન પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન ગામની સ્કુલ પાસે બંને ઈસમો ધસી આવી નાચવા બાબતની રીસ રાખી ફરી ઝઘડો કરી માથાકૂટ કરી કરન વસાવાને લાકડાના સપાટા વડે માર માર્યો હતો આ મારામારી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા

error: