Satya Tv News

ડભોઇમાં એ સી બસમાં મુસાફરી કરતા એક ઇસમને છાતીમાં દુખાવો થતાં મોત નિપજયું

કંડકટર મારફત 108 એમ્બ્યુલન્સમાં સરકારી દવાખાને ખસેડ્યો

સારવાર અર્થે ઈસમનું મોત નિપજયું

પોલીસે 174 સીઆરપીસી કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

ડભોઇ રાણીપથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રીમિયમ એ સી બસમાં મુસાફરી કરતા એક ઇસમને અચાનક ડભોઇ વેગા ચોકડી પાસે છાતીમાં દુખાવો થતાં કંડકટર મારફત 108 એમ્બ્યુલન્સમાં સરકારી દવાખાને લઈ જતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

આજરોજ સવારે 9:00 વાગે રાણીપથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એસી પ્રીમિયમ બસ માં મુસાફરી કરતા મુસાફરને વેગા ચોકડી પાસે એકા એક છાતીમાં દુખાવો થતાં ડભોઇ એસટી ડેપો ખાતેથી તેઓને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મુસાફરના ગજવામાંથી તપાસ કરતા તેઓના ગજવામાંથી એક ચાવી મળી હતી જેના પર લખેલ લેન્ડમાર્ક જેતલપુર વડોદરા રૂમ નંબર 101 અને તેની ઉપર ફોન નંબર લખેલો હોવાથી ફોન દ્વારા આધારકાર્ડ ના આધાર ઉપર જાણવા મળેલું કે વેંકટ રમણ રાવ ઉંમર વર્ષ 61 બી/2 અમૃતા એપાર્ટમેન્ટ સોનારી ઈસ્ટ સિંગભૂમ જમશેદપુર સીટી ઝારખંડ ના રહેવાસી હોવાનું બહાર આવ્યા પામ્યું હતું. પોલીસે 174 સીઆરપીસી કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: