મૃતકે ઉછી ના લીધેલ રૂપિયા ૧૦૦ પરત નહિ આપતા ખેલાયો ખૂની ખેલ
લાલજી વસાવાએ છાતી ના ભાગે ચપ્પુ નો એકજ ઘા મારતા દિપક વસાવાનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયુ
વાગરા ના બદલપુરા ગામે ઉછીના લીધેલા રૂપિયા નહિ આપતા સગા મામાએ ભાણીયાને ચપ્પુ નો ઘા મારી મોત ને ઘાટ ઉતારી દીધો હતો.વાગરા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ ગણતરી ના કલાકોમાં હત્યા ના આરોપી ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાગરા તાલુકા ના બદલપુરા ગામે ગતરોજ સાંજના સમયે સો રૂપિયા ની ઉઘરાણી માં એક જ ઘર માં રહેતા મામા-ભાણેજ વચ્ચે ઝઘડો થયો હતો.મામા એ ભાણીયા ને હાથ ઉધાર ઉછી ના ૧૦૦/- ₹ આપ્યા હતા.જેની માંગણી કરતા ભાણીયા એ કહ્યુ કે હાલ મારી પાસે ૧૦૦/- ₹ છુટ્ટા નથી આવતી કાલે આપીશ એમ કહેતા લાલજી વસાવા એ ગાળો આપતા મૃતકે મામા ને બે તમાચા મારી દીધા હતા.જેને પગલે ઉશ્કેરાયેલા લાલજી વસાવાએ દિપક વસાવા ના છાતી ના ડાબા ભાગે ચપ્પુનો એક જ જોરદાર ઘા મારતા દિપક જગ્યા ઉપર ફસડાઈ ને પડી ગયો હતો.જ્યા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતુ.લાલજી વસાવા હત્યા બાદ ફરાર થઇ ગયો હતો.હત્યા ને પગલે નાનકડા ગામ માં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો.બનાવ ને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસે હત્યારા મામા ને ગણતરી ના કલાકોમાં ઝબ્બે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગે મૃતક ની પત્નીએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈ.પી.સી. કલમ ૩૦૨,૫૦૪ થતા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ હત્યા નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મૃતક ની લાશ ને પી.એમ અર્થે વાગરા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.