ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, રક્ષા મંત્રી, ગૃહ મંત્રી જેવા નામ સામેલ કરવામાં આવ્યા
આ સિવાય કર્ણાટક અને અન્ય રાજ્યોના પાર્ટી નેતાઓને પણ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું

ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં પીએમ મોદી, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત 40 નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ તમામ નેતાઓ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી માટે પ્રચાર કરશે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં સૌથી પહેલું નામ વડાપ્રધાન મોદીનું છે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, રક્ષા મંત્રી, ગૃહ મંત્રી જેવા મોટા મોટા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય કર્ણાટક અને અન્ય રાજ્યોના પાર્ટી નેતાઓને પણ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.