શિક્ષકો ઠીક સમિતિના ક્લાર્ક અધ્યક્ષની સાત- સાત વારની સુચના બાદ પણ માહિતી મળતી નથી
– શિક્ષકોની સિનિયોરીટી મુદ્દે સમિતિ અધ્યક્ષની અનેક તાકીદ છતાં પણ માહિતી ન આપતાં આખરે કામગીરી ન કરી મનમાની કરતાં કર્લાક સામે નોટિસ કાઢવા નોંધ મુકવામાં આવી
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતા કર્મચારીઓની બદલી ન થતી હોય કેટલાક કર્મચારીઓ બેફામ બની ગયાં છે. કેટલાક ખાઈ બદેલા કર્મચારીઓ શિક્ષકો સાથે ઉધ્ધત વર્તન કરતાં હોવાની ફરિયાદ હતી પરંતુ આ કર્મચારીઓ હવે શિક્ષણ સમિતિના અધ્યક્ષને પણ ધોળીને પી ગયાં છે. હાલમં સૌથી સંવેદનશીલ મુદ્દો શિક્ષકોની સર્વિસ બુકનો છે જેમાં કેટલાક લોકો ગોટાળા કરી રહ્યાં છે. આ મુદ્દે શિક્ષકોની સિનિયોરીટી પ્રમાણે લિસ્ટ જાહેર કરવા માટે શિક્ષણ સમિતિ અધ્યક્ષે એક બે નહીં સાત સાત વાર એક ક્લાર્કને સુચના આપી હતી. અધ્યક્ષની સુચના બાદ હજી પણ લિસ્ટ નહી આપતાં આખરે અધ્યક્ષે આવા ક્લાર્ક સામે પગલાં ભરવા માટે નોંધ મુકવાની ફરજ પડી છે.
શિક્ષણ સમિતિમા વર્ષોથી એક જ જગ્યાએ ચીટકી ગયેલા કેટલાક કર્મચારીઓના ઉધ્ધત વર્તનના કિસ્સા છાસવારે પ્રકાશમાં આવી રહ્યાં છે. શિક્ષકોની સર્વિસ બુક પર સ્ટીકરના મુદ્દે લાંબા સમયથી કામગીરી ઘોંચમા પાડવામા ંઆવી રહી છે. સર્વિસ બુકની કામગીરીમાં વ્હાલા દવલાની નીતિ થઈ રહી હોવાની વ્યાપક ફરિયાદ થઈ રહી છે. સિનિયર શિક્ષકોન અન્યાય થતો હોવાની અનેક ફરિયાદ શિક્ષણ સમિતિના શાસકોને મળતાં તેઓ તપાસ કરતાં ફરિયાદમા તથ્ય જણાયું છે. જેના કારણે શિક્ષણ સમિતિ અધ્યક્ષ ધનેશ શાહે શિક્ષકોન અન્યાય ન થાય તેવી કામગીરી કરવા માટે સુચના આપી છે.
આ માટે અધ્યક્ષે શિક્ષકોની સર્વિસ બુકની કામગીરી સાથે સંકળાયેલા ક્લાર્ક રાજેશ ઈચ્છાપોરીયાને રુબરુ બોલાવીને શિક્ષકોની કામગીરી સિનિયોરીટી મુજબ થાય તે માટે સુચના આપી અને સિનિયોરીટી પ્રમાણે લિસ્ટ આપવા અને જાહેર કરવા માટે સુચના આપી હતી. આ પ્રકારની સુચના શિક્ષણ સમિતિના અધ્યક્ષ શાહે ક્લાર્કને એક કે બે વાર નહી સાત સાત વખત આપી છે. અને સાત વખતની સુચના બાદ પણ સમિતિના ક્લાર્કે અધ્યક્ષે કરેલી તાકીદને અવગણીને સિનિયોરીટીનું લિસ્ટ આપ્યું ન હતું.
શિક્ષણ સમિતિના અધ્યક્ષ સમિતિમાં સર્વોચ્ચ સ્થાન ધરાવતા હોય છે તેમ છતાં એક ક્લાર્કે અધ્યક્ષની સુચનાનો અમલ કરવામા આવતો નથી. સાત સાત વાર અધ્યક્ષે ક્લાર્ક પાસે માહિતી માગી હોવા છતાં માહિતી ન મળતાં છેવટે અધ્યક્ષે શાસનાધિકારીને નોંધ મુકીને સાત વખત સુચના છતાં પણ માહિતી ન આપનારા રાજેશ ઈચ્છાપોરીયા સામે નોટીસ આપી જવાબ માગવા માટે સુચના આપવામાં આવી છે. આ અંગે હવે શાસનાધિકારી કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.