Satya Tv News

વર્ષ 2023માં બોલીવુડમાં સૌથી વધુ પસંદ કરવામાં આવેલી સલમાન ખાન (Salman Khan) અને શાહરૂખ ખાનની ઓનસ્ક્રીન જોડી. ફિલ્મમાં બંને કલાકારોએ જબરદસ્ત એક્શન બતાવી હતી. હવે બંને નવી ફિલ્મમાં સામસામે જોવા મળશે.

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ વર્ષ 2023ની સૌથી મોટી બ્લોકબસ્ટર તરીકે ઊભરીને સામે આવી છે. વર્ષ 2022 બોલિવુડ માટે ખાસ રહ્યું નહીં. આવામાં શાહરુખ ખાનની પઠાણ બોલિવુડ માટે ખુશીઓ લઈને આવી હતી. ફિલ્મ બ્લોકબસ્ટર થવા પાછળ ઘણા કારણો હતા, પરંતુ આ પછી પણ ફેન્સને સૌથી વધુ જે પસંદ આવ્યું તે હતું શાહરૂખ ખાન અને સલમાન ખાનની એક્શન સિક્વન્સ. હવે બંને અપકમિંગ ફિલ્મમાં સામસામે જોવા મળશે. આવામાં ટાઈગર x પઠાણની થીમ રિલીઝ કરવામાં આવી છે.

યશરાજ ફિલ્મ્સે હાલમાં જ એક નવો વીડિયો શેર કર્યો છે જેમાં શાહરૂખ ખાન અને સલમાન ખાનની ટ્રેન ફાઈટ સીક્વન્સ છે. બંને ટ્રેન પર ચઢીને ફાઈટ કરતા જોવા મળે છે. બંને ખતરનાક સ્ટંટ ખૂબ જ સિમ્પ્લિસિટી સાથે કરી રહ્યા છે. આ પછી છેલ્લે બંને એકસાથે ટ્રેનની ટોપ પર ચઢે છે અને એકબીજાના ખભા પર સહારો લે છે. બંનેના ચહેરા પર એગ્રેશન જોવા મળે છે. ન તો ટાઈગર પઠાણથી ઓછો છે, ન પઠાણ ટાઈગરથી મહાન છે. બંને સમાન છે અને તેમની લડાઈ હવે મોટા પડદા પર જોવા મળશે.

YouTube player

સલમાન ખાનની ટાઈગર 3માં શાહરૂખ ખાનનો એક એક્સેટેન્ડ કેમિયો હશે, જેમાં બંને દુશ્મનોનો સામનો કરવા સાથે જોવા મળશે. પરંતુ આ ફિલ્મ પછી જ બંને વચ્ચે શું થશે તેની ફેન્સ રાહ જોઈ રહ્યા છે. બંને એકબીજા સાથે લડતા જોવા મળશે. ફરી એકવાર બોલિવુડના બે મોટા સુપરસ્ટાર સામ સામે જોવા મળશે.

ફેન્સ પણ આ થીમને ખૂબ પસંદ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે ‘તમે બોલિવુડને એકવાર ઈગ્નોર કરી શકો છો પરંતુ શાહરૂખ-સલમાનને ઈગ્નોર કરી શકતા નથી.’ આ સિવાય અન્ય એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છે કે ‘કંઈ નહીં, બસ શાહરૂખની સ્ટાઈલ અને સલમાનની એક્શન = બોલિવુડ.’ આ સિવાય એક યુઝરે લખ્યું છે કે પઠાણ અને ટાઈગરની એક્શન જોઈને મને ગૂઝબમ્પ્સ આવી ગયા.

તમને જણાવી દઈએ કે યશરાજ ફિલ્મ્સ હવે તેની એક્શન ફ્રેન્ચાઈઝીનો એક્સપેન્ડ કરવામાં વ્યસ્ત છે. જેમાં ઋતિક રોશનની વોર, સલમાન ખાનની ટાઈગર અને શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનો સમાવેશ થાય છે. વિચાર કરો કે જ્યારે આ ત્રણેય સ્ટાર્સ સાથે એક્શન કરતા જોવા મળશે ત્યારે ઓડિયન્સનું શું થશે.

error: