Satya Tv News

ભરૂચ શહેરમાં પ્રવેશતાં મુખ્ય માર્ગો પર મોટા વાહનોને કારણે ટ્રાફિકની સમસ્યાને નિવારવા જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું

ભરૂચ: શહેરનાં માર્ગો પર ભારે વાહનોની અવર-જવર કરવા પરનો પ્રતિબંધ જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરી, ભરૂચના તા.૨૧ ફેબ્રુઆરી ૨૦૦૨ના જાહેરનામાં અન્વયે ચાલુ રાખવા ઉપરાંત નીચે જણાવેલ રૂટ પર તમામ માલ-વાહક હેવી કોર્મિશયલ વ્હીકલ, ખાનગી લક્ઝરી બસો, મીની બસો, (સીટી બસ તથા સ્કુલ બસ, એસ.ટી બસો સિવાય) નાં જવા તથા આવવા પર તા.૨૦ એપ્રિલ ૨૦૨૩થી સવારનાં ૦૯:૦૦ કલાક થી રાત્રિનાં ૦૯:૦૦ કલાક દમ્યાન ભરૂચ શહેરમાં અવર જવર કરવા પર જિલ્લા મેજીસ્ટ્રેટ તુષાર ડી. સુમેરા(IAS)એ ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) અન્વયે મળેલ અધિકારની રૂએ પ્રતિબંધ ફરમાવતો હુકમ કરવામાં આવ્યો છે.

-:પ્રતિબંધિત રૂટ:-

(૧) ઝાડેશ્વર ચોકડીથી શીતલ સર્કલ સુધી (૨) એ.બી.સી સર્કલથી શીતલ સર્કલ સુધી (૩) શ્રવણ ચોકડીથી શકિતનાથ સર્કલ સુધી (૪) મઢુલી સર્કલથી નંદેલાવ અંડર બ્રીજ તરફ જતી બંને રોડ ઉપર (નર્મદા માર્કેટ ખાતે માલ સામાનની હેરાફેરી માટેનાં ટ્રાન્સપોર્ટના વાહનો તેમજ ભરૂચ રેલ્વે ગોદી ખાતેથી માલ-સામાનની હેરફેર કરતાં વાહનોને મઢુલી સર્કલથી નંદેલાવ બ્રિજ થઈ રેલ્વે ગોદી રોડ પર જ માત્ર અવર-જવરની પરવાનગી રહેશે. (પ) નંદેલાવ અંડર બ્રિજથી રેલ્વે ગોદી રોડ, રેલ્વે સ્ટેશન સર્કલ તરફ (૬) જંબુસર બાયપાસ ચોકડીથી ભરૂચ શહેરમાં પ્રવેશતા ભારે વાહનો (૭) મનુબર ચોકડીથી ભરૂચ શહેરમાં પ્રવેશતા ભારે વાહનો (૮) દહેગામ ચોકડીથી ભરૂચ શહેરમાં પ્રવેશતા ભારે વાહનો-:

વધુમાં આ નિયમ નીચે મુજબનાં વાહનોને લાગુ પડશે નહીં:-

(૧) ઈમરજન્સી ફરજ પરનાં તમામ વાહનો. (૨) સરકારી ફરજ પરનાં વાહનો. (૩) સરકારી (એસ.ટી) બસો તથા સીટી બસ. (૪) ટેમ્પો, આઈસર, મેટાડોર જેવા લાઇટ કોમર્શિયલ વ્હીકલ, (પ) સામાજીક પ્રસંગે, લગ્ન પ્રસંગ, ધાર્મિક પ્રસંગ, મરણોત્તર ક્રિયા માટેનાં આવાગમન કરતાં વાહનો (૬) ખાસ કિસ્સામાં કરવામાં આવતી રજૂઆતની ગુણવત્તાને ધ્યાને લઇ બપોરનાં ૧૨:૦૦ કલાકથી બપોરનાં ૦૩:૦૦ કલાક દરમ્યાન આ જાહેરનામાં માંથી મુકિત આપવાના અધિકાર સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ ભરૂચને સુપ્રત કરવામાં આવે છે.

તદ્ઉપરાંત આ જાહેરનામાં નાં આદેશનું ઉલ્લંઘન કરનારને ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

error: