નેશનલ હાઈવે પર મોડી રાત્રે ગલ્લો તોડવાની કોશિશ કરનાર આરોપીને અટકાવનાર યુવાન પર ચાકુના ઉપરાષ્ટ્રપતિ હત્યા કરી હતી બાપોદ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાઘોડિયા ચોકડી પાસે રહેતા સુરેશ હરિભાઈ ભરવાડ સિક્યુરિટી જવાન તરીકે કામ કરે છે ગત રાત્રે તે નોકરી પર હાજર હતો તે દરમિયાન એપીએમસી માર્કેટ થી ડ્રીમ વિલા તરફ જવાના રોડ પર આવેલો ગલ્લો એક આરોપી તોડવાની કોશિશ કરતો હતો જેથી સુરેશ તેની પાસે જઈ તેને અટકાવતા ઉશ્કેરાયેલા આરોપી આરીફ ગનીભાઈ શેખ રહેવાસી ગેંડા પડ્યા હાથી ખાના એ ચાકુના ઉપરાછાપરી સુરેશની છાતીમાં જીકી દીધા હતા જેના પરિણામે સુરેશ ત્યાં જ ડળી પડ્યો હતો. સુરેશ ના પિતાની ફરિયાદના આધારે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી હત્યારાને ઝડપી લીધો છે.