Satya Tv News

મુંબઈ: મનોજ વાજપેયીની ‘ગુલમહોર’ પછી સળંગ બીજી ફિલ્મ ‘બાન્દા’ પણ સીધી ઓટીટી પર રીલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 

બોલીવૂડના સૌથી તેજસ્વી ગણાતા અભિનેતાઓમાંનો એક મનોજ વાજપેયી હવે ઓટીટી પૂરતો મર્યાદિત કલાકાર ગણાઈ જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તેની થિયેટર પર આવી હોય અને થોડીગણી ચાલી હોય તેવી ફિલ્મ છેલ્લે ૨૦૧૮ની ‘સત્યમેવ જયતે’ હતી.  તેની આગામી ફિલ્મ ‘બાંદા’ પણ સીધી ઓટીટી પર રીલીઝ કરવાની ઘોષણા થઈ છે. આ ફિલ્મ એક કોર્ટરુમ ડ્રામા હશે જેમાં મનોજ વાજપેયીના તમામ અડચણો વચ્ચે પણ કાયદાની જીત માટે લડતો દેખાડાશે.  

ફિલ્મ સત્યઘટના પર આધારિત હોવનો દાવો કરાયો છે. 

ફિલ્મનું પોસ્ટર પણ તાજેતરમાં રીલીઝ કરાયું છે. 

error: