Satya Tv News

શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી મહિલા પ્રોફેસરના આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. ગત 16મી એપ્રિલના રોજ માહિલા પ્રોફેસર દ્વારા ઉત્રાણ અને કોસાડ રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન વચ્ચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. જે આપઘાત કરવા પાછળનું કારણ ચોંકાવનારું સામે આવ્યું છે. અલગ અલગ ત્રણ નંબરો પરથી મહિલા પ્રોફેસરના ન્યૂડ કરેલા ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. આ ન્યૂડ ફોટોના આધારે મહિલા પ્રોફેસર પાસેથી રૂપિયા 23 હજાર જેટલી રકમ પણ પડાવી લેવામાં આવી હતી. ત્યારબાદ પણ માંગણી ચાલુ રહેતા મહિલા પ્રોફેસરે માનસિક તણાવમાં આવી આ પગલું ભર્યું હોવાનો આરોપ મૃતકના પરિવારજનોએ કર્યો હતો.મૃતકની માતાએ અજાણ્યા ત્રણ મોબાઈલ નંબરના ધારક અને પતિ સહિત સાસરિયા પક્ષ સામે આક્ષેપ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગત 16મી એપ્રિલના રોજ સુરતના રાંદેર પોલીસ મથકની હદમાં આવેલ સગીની વાર્ડનીયા રેસિડેન્સીમાં રહેતા પરમાર પરિવારની મહિલા પ્રોફેસરે ઉત્રાણ-કોસાડ રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન વચ્ચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. સમગ્ર કેસમાં મૃતક મહિલા પ્રોફેસરની માતાએ અજાણ્યા ત્રણ મોબાઈલ નંબરના ધારક સહિત સાસરિયા પક્ષ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. માતાના આક્ષેપ હતા કે, તેમની દીકરીને અજાણ્યા ત્રણ નંબરો પરથી કોલ આવતા હતા અને રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી.

error: