ભરૂચની શ્રવણ ચોકડીની સોસાયટીમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
મૃતકના પિતાએ પતિ સહિત સાસરીયાઓ સામે દૂષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો
એ ડિવીઝન પોલીસ મથકમાં કરાયો ગુનો દાખલ
ભરૂચના શ્રવણ ચોકડી નજીકની એક સોસાયટીમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા મૃતકના પિતાએ પતિ સહિત સાસરીયાઓ સામે ઘરેલુ હિંસા અને દૂષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાવતા પોલીસે પતિ સહિત સાસરીયાઓ સામે ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે
ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદી મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવી છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે મારી દીકરી ક્રિષ્નાના લગ્ન અમિત રાણા સાથે થયા હતા અને તેણીને તેના સાસુ સસરા તથા મામા સસરા અને નણંદ તથા તેનો પતિ તમામ ભેગા મળી ક્રિષ્નાને વારંવાર નાના નાના વાંકો કાઢી મેણા ટોણા મારી કામકાજમાં ભૂલ કાઢી લડાઈ ઝઘડો કરી શારીરિક તથા માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ કર્યા છે અને ક્રિષ્નાએ પણ સાસરિયાઓના ત્રાસથી કંટાળીને ઘરના બેડરૂમમાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે મૃતકની નણંદના લગ્ન થઈ ગયા બાદ પણ તે સતત પિયરમાં આવી મૃતકને હેરાનગતિ કરતા હોય અને દીકરી ક્રિષ્નાને ત્યાં સુધી ટોર્ચર કરી કે તેણે જાતે આપઘાત કરી લેવો પડ્યો જેના કારણે આવા સાસરિયાંઓ સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરવા માટે એ ડિવીઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે,
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાર્ટી સત્યા ટીવી ભરૂચ