Satya Tv News

નેત્રંગના વાદરવેલી ગામમાં બન્યો અકમાત
કારમા બેઠેલા પ્રેસેન્જરોએ બુમાબુમ પાડી
ખેતરોમાંથી પ્રેસેન્જરોને બહાર કાઢ્યા
રેફરલ હોસ્પિટલે સારવાર અઁથે લઇ ગયા
જરૂરી કાગળો કરી વધુ તપાસ હાથ ધરી

નેત્રંગ થી રાજપીપલા રોડ પર વાદરવેલી ગામના પાટીયા પાસે પ્રેસેન્જર ઉતારવા માટે ઉમેલી ઇકોકારને હાઇવા ચાલકે પાછળથી ટક્કર મારતા કાર પલ્ટી મારતા છ થી સાત જેટલા મુસાફરોને ઇજાઓ પહુંચી હતી. સદનસીબે કોઇ જાનહાની નહિ થતા રાહત અનુભવી

YouTube player

નેત્રંગ -રાજપીપલારોડ રોજ ૧૫૦ થી ૨૦૦ હાઇવા ટૢકો રાત દિવસ માતેલા સાંઢ ની માફક બેફીકર રહી હાઇવા ચાલકો ઓવરલોડ રેતી ભરી ચાલતા હોવાથી નેત્રંગ-મોવી રોડ પર છાશ વારે અકસ્માત ના બનાવો બનતા રહે છે.,નેત્રંગ થી ખાનગી પ્રેસેન્જર વહન કરતા એક ઇકોકાર કે જેનો નંબર જીજે ૧૬ બીએન ૨૪૫૭ નો ચાલક પ્રેસેન્જર ભરીને નિકળયો હતો, જે નેત્રંગ થી ૮ થી ૯ કિ. મી દુર આવેલ વાદરવેલી ગામના પાટીયા પાસે પહોચ્યો હતો, જયા વાદરવેલી ગામનો એક પ્રેસેન્જર ઉતરવાનો હોવાથી ઇકોકાર ને રોડ સાઇડ પર ઉભી રાખી હતી. તે સમય દરમિયાન નેત્રંગ તરફથી બાર ચકા ધરાવતો હાઇવા ટ્રક કે જેનો નંબર જીજે ૦૫ બીઝેડ ૭૮૯૪ નો ચાલક પુરઝડપે ગફલતભરી રીતે હંકારી લાવતા ઉભી રહેલ ઇકોકારને પાછળ થી ટક્કર મારતા ઇકોકારમા બેઠેલા પ્રેસેન્જરો સાથેજ કાર પલ્ટી મારતા કારમા બેઠેલા પ્રેસેન્જરોએ બુમાબુમ કરતા રોડ પર થી પસાર થતા અન્ય વાહન ચાલકો તેમજ આજુબાજુ ના ખેતરો માંથી લોકો દોડી આવી તમામ પ્રેસેન્જરો ને બહાર કાઢવામા આવ્યા હતા, અને ૧૦૮ સેવા થકી તમામ ને નેત્રંગ ની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અઁથે લઈ જવામા આવ્યા જ્યારે હાઇવા ટ્રક ચાલક બનાવ સ્થળે થી ૧૦૦ ફટ દુર હાઇવા મુકી તેનો ચાલક ફરાર થઈ ગયો હતો.બનાવને લઇ ને નેત્રંગ પોલીસ ધટના સ્થળ પહોંચી જરૂરી કાગળો કરી વધુ તપાસ નેત્રંગ પોલીસ ચલાવી રહી છે.

વિડીયો જર્નાલિસ્ટ મિતેશ આહીર સાથે સત્યા ટીવી નેત્રંગ

error: