ઉદ્યોગો પાસે પર્યાવરણ સંવર્ધન અંગે ની ખુબ વિશાળ તકો રહેલી છે: માર્ગી પટેલ,પ્રાદેશિક અધિકારી,જી.પી.સી.બી.- ભરૂચ
વિલાયત જીઆઇડીસી માં આવેલ કલરટેક્સ કંપની ખાતે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ભરૂચ પ્રાદેશિક કચેરી અને વિલાયત તથા સાયખાં જીઆઇડીસી ના સંયુક્ત ઉપક્રમે મિશન લાઈફ અંતર્ગત લાઈફ સ્ટાઇલ ફોર એન્વાયરોન્મેન્ટ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો.આ સેમિનાર માં વિલાયત તેમજ સાયખા જીઆઇડીસી માં આવેલ ઉદ્યોગોના પ્રતિનિધિઓએ મોટી સંખ્યા માં ભાગ લીધો હતો.
મિશન લાઈફ એ ભારત સરકાર નું એક કોપનહેગન કોન્ફરન્સ માં થયેલ પર્યાવરણ સમજૂતી કરાર ના પાલન માટે લોકો ને પ્રેરિત કરવા માટે નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલ આહવાન છે.આ મિશન અંતર્ગત વધુ માહિતી આપતા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ભરૂચ પ્રાદેશિક કચેરી ના ઈજનેર નીરજ પટેલે ઉપસ્થિત ઉદ્યોગકારો ને જણાવ્યુ હતુ કે આપણી દરેક ની જીવન જીવવાની પદ્ધતિ એવી હોવી જોઈએ કે જેના થી પર્યાવરણ ની જાણવણી થાય.જીપીસીબી ના ઈજનેર આર આર ગાયકવાડ દ્વારા ઝીરો લીકેજ ઈન ઇન્ડસ્ટ્રીઝ વિષય ઉપર
પ્રેઝન્ટેશન આપવામાં આવ્યુ હતુ.જેમાં કઈ એવી સાત બાબતો નો આપણે આપણા રોજિંદા જીવન માં ખ્યાલ રાખીયે કે જેથી પર્યાવરણ ની જાણવણી કરી શકાય.તેમણે ઉદાહરણ આપતા જણાવ્યુ હતુ કે જો આપણે ઘર ના નળ માં ટપકતું પાણી પણ જો બંધ કરીએ તો તેના થકી હજારો લીટર પાણી બચાવી શકીએ.
આ તબક્કે ભરૂચ જીપીસીબી ના પ્રાદેશિક અધિકારી માર્ગી પટેલે જણાવ્યુ હતુ કે ઉદ્યોગો પાસે પર્યાવરણ સંવર્ધન અંગે ની ખુબ વિશાળ તકો રહેલી છે.જો ઉદ્યોગો પોતાના રોજિંદા કાર્ય માં થોડી વધુ કાળજી લેશે તો તેમના ઉત્પાદન ખર્ચ પણ ઘટશે અને પર્યાવરણ ની જાણવણી પણ થશે.તેમણે ઉપસ્થિત પ્રતિનિધિઓને વડાપ્રધાન ના મિશન ને છેવાડાના માનવી સુધી પહોંચાડી તેને સાર્થક કરવાનું કહ્યુ હતુ.સાથે તેમણે ચોમાસાની ઋતુને ધ્યાન માં લઇ ને ઉદ્યોગો એ કાળજી પૂર્વક મોન્સૂન પ્લાનિંગ કરવા માટે સમજ આપી હતી.જે સંદર્ભે ઉપસ્થિત ઉદ્યોગકારોએ ખાતરી આપી હતી.
જીપીસીબી ના વૈજ્ઞાનિક અધિકારી ઈરાબેન ભટ્ટ દ્વારા ઉપસ્થિત ઉદ્યોગો ના પ્રતિનિધિઓને પર્યાવરણીય શપથ લેવડાવવા માં આવ્યા હતા.વિલાયત ઉદ્યોગ મંડળ ના માનદ મંત્રી ડૉ. મહેશ વશી દ્વારા ઉપસ્થિત ઉદ્યોગો ના પ્રતિનિધિઓનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને દરેક ઉદ્યોગકારો ને અપીલ કરવામાં આવી હતી કે બધા પોતાની બેસ્ટ પ્રેક્ટિસ એકબીજા સાથે શેર કરે કે જેથી બધાને તેનો લાભ મળે.આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા કલરટેક્સ કંપની ની ટીમ દ્વારા ખુબ જ જહેમત ઉઠાવવા માં આવી હતી.અંતમાં પર્યાવરણ જાગૃતિ ના મિશન લાઈફ સ્ટાઇલ ફોર એનવરોનમેન્ટ ની ટૂંકી માહતી આપતો શુભેચ્છા કાર્ડ દરેક મહેમાનો ને આપવામાં આવ્યો હતો .
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સત્યા ટીવી – વાગરા