
બ્લૂ વ્હેલ ગેમ પર આધારિત છે ધી ગેમ ઓફ ગિરગિટ
અદા મહિલા પોલીસ અધિકારીની ભૂમિકામાં, શ્રેયસ તળપદે સહકલાકાર
મુંબઇ : અદા શર્માની હાલ રીલીઝ થયેલી ફિલ્મ ધ કેરાલા સ્ટોરી બોક્સઓફિસ પર ટંકશાળ પાડી રહી છે. હવે તે ‘ધ ગેમ ઓફ ધ ગિરગીટ’ ફિલ્મમાં જોવા મળવાની છે.
આ ફિલ્મમાં તે શ્રેયસ તળપદે સાથે જોડી જમાવશે.આ ફિલ્મ બ્લૂ વ્હેલ ગેમ એપ પર આધારિત છે.
જે યુવાનોમાં લોકપ્રિય થઇ હતી પરંતુ આ ગેમને કારણે ઘણી ખતરનાક ઘટનાઓ અને મૃત્યુ પણ થયા છે.
અદા શર્માએ આ ફિલ્મ બાબતે કહ્યું હતુ કે, હુ ‘ગેમ ઓફ ધ ગિરગિટ’માં ભોપાલની પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી રહી છું. આ ફિલ્મ બ્લૂ વ્હેલ ગેમના એપ પર આધારિત છે.
ફિલ્મ ધ ગેમ ઓફ ગિરગિટ આજની પેઢીની વાર્તા છે. જ્યાં નાના બાળકો મોબાઇલ પર ફ્રેન્ડશિપ એપને પોતાના મિત્રો તરીકે અપનાવી લે છે અને તેમની સાથે પોતાના અંગત જીવનની વાતો શેર કરે છે.અને માનસિક રીતે નબળા બાળકો આત્મહત્યા કરવા પ્રેરાતા હોય છે.
શ્રેયસ તળપદે આ ફિલ્મમાં એપ ડેવલપરની ભૂમિકા ભજવે છે. અદા એક પોલીસઅધિકારી છે,જે બાળકોની આત્મહત્યાની તપાસ કરે છે.