Satya Tv News

પ્રથમ ક્રમે માંજરા ફાતિમા ૭૯.૮૩ %,બીજા ક્રમે પટેલ ફાતિમા સીરાજ ૭૮.૫૦ % અને તૃતીય ક્રમે માસ્તર આતિકા સિદ્દીક એ ૭૬.૬૬ % મેળવી શાળાનું અને ગામનું નામ રોશન કર્યું

આમોદ ના કોલવણા ગામની ધી સાર્વજનિક હાઈસ્કૂલ (ઉ.બુ.) SSC નું ૯૫.૨૩ % પરિણામ આવતા શાળા પરિવાર અને ગામમાં ખુશી ની મોજું ફરી વળ્યુ હતુ.પ્રથમ ક્રમે માંજરા ફાતિમા ઉસ્માનગની ૭૯.૮૩ %,બીજા ક્રમે પટેલ ફાતિમા સીરાજ ૭૮.૫૦% અને તૃતીય ક્રમે માસ્તર આતિકા સિદ્દીક એ ૭૬.૬૬ % મેળવી શાળાનું અને ગામનું નામ રોશન કર્યું હતુ.પ્રથમ ત્રણ ક્રમે છોકરીઓએ બાજી મારી છોકરાઓને પાછળ રાખી દીધા હતા.પ્રથમ ક્રમે આવેલ ફાતિમા એ ગાયનેકોલોજિસ્ટ બની દેશ ની મહિલાઓની સેવા કરવાની નેમ લઈ ને આગળ વધવાની વાત કરી હતી.દ્વિતીય નંબરે પાસ થનાર ફાતિમા પટેલે સાયન્સ પ્રવાહમાં પોતાનો અભ્યાસ કરી ફાર્માશિસ્ત બનવાનું સ્વપ્નું સેવ્યુ છે.તૃતીય ક્રમે પાસ થનાર આતીકાએ પોતાની કારકિર્દી કોમર્સ પ્રવાહ માં બનાવવાનું નક્કી કર્યું છે.

અગ્ર ક્રમ પ્રાપ્ત કરનાર અને પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર,ટ્રસ્ટી ગણ,આચાર્ય નજીરભાઈ અને સરપંચ ઝફર ગડીમલ તેમજ વાલીઓ એ અભિનંદન પાઠવી તેઓ ઉચ્ચ અભ્યાસ માં આગળ વધે અને શાળા નું અને ગામનું ગૌરવ વધારે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સત્યા ટીવી વગારા

error: