Satya Tv News

દેડીયાપાડામાં મહિલાઓ બની પ્રેરણારૂપ
આત્મનિર્ભરનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું
જંતુનાશક દવાઓનું નિર્માણ કરી આવક પ્રાપ્ત કરી
દવાઓનું વેચાણ કરી હજારોની મેળવે છે આવક
બહેનોના જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન આવ્યું

દેડીયાપાડાની બોરીપીઠાની બહેનો માટે ઉન્નતિના દ્વાર સમાન “ઉન્નતિ જૈવિક ઉત્પાદન કેન્દ્ર” બન્યું જયારે બોરીપીઠા ગામની મહિલાઓ કુદરતી જંતુનાશક દવાઓના વેચાણથી માસિક રૂ.૫૦ હજારની આવક મેળવી રહી છે

બોરીપીઠા ગામની સૌથી જાગૃત આત્મનિર્ભર મહિલા એટલે શુક્રાબેન.આ કથન ખોટું નથી. કારણ કે, ગામની શુક્રાબેન જ્યારે ગામની જ અન્ય બહેનોને રોજગારી પુરી પાડીને તેમની જીવનશૈલીમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરતી હોય તો તેનાથી વિશેષ ગર્વની વાત શું હોઈ શકે ? શુક્રા “ઉન્નતિ જૈવિક ઉત્પાદન કેન્દ્ર” થકી કુદરતી જંતુનાશક દવાઓનું નિર્માણ કરીને સારી આવક પ્રાપ્ત કરી રહી છે. સાથોસાથ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરવાની કામગીરીને પણ આગળ ધપાવી રહી છે. શુક્રાની કંઈક કરવાની ધગશના કારણે પોતાની સાથે અન્ય બહેનોની જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તનો આવ્યા છે. બહેનો પોતાના પરિવારને આર્થિક ટેકો આપીને સ્વાવલંબી જીવન જીવી રહી છે. અને આત્મનિર્ભર તરફ સ્વબળે આગળ વધી રહી છે.

રાસાયણિક દવાઓના બદલે કુદરતી તત્વોથી બનતી જૈવિક દવાઓના વેચાણ દ્વારા છેલ્લા બે વર્ષમાં શુક્રા સહિત અન્ય બહેનોના જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. આજે જૈવિક દવાઓની માંગ ડેડીયાપાડાના આજુબાજુના ગામો સહિત ઝઘડિયા, નિઝર અને સુરત સુધી તેમની માંગ પહોંચી છે. જે શુક્રાબેનના સફળ પ્રયાસોનું પરિણામ છે. આજે આત્મનિર્ભર બની રહેલા શુક્રા અન્ય બહેનોને રોજગારી પુરી પાડીને સન્માનભેર જીવન જીવી રહ્યાં છે. જે ખરેખર બીજા માટે પ્રેરણારૂપ છે.અને બહેનો માટે પૂરક રોજગારીનું એક સાધન બન્યું છે.

વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા

error: