ભરુચની ન.પા.માં ઉપલા માળે પડ્યો સ્લેબ
જર્જરિત બનેલ શોપિંગ સેન્ટરની મરામતની માંગ.
ભરૃચ પાલિકાને નોટિસ આપવાની વિપક્ષની ચીમકી
કોઈ કાર્યવાહી કરાતી ન હોવાના આક્ષેપો કર્યા
ભરુચ નગર પાલિકા સંચાલિત શકિતનગર સ્થિત સરદાર શોપિંગ સેન્ટર ના ઉપલા માળે સ્લેબ પડતાં મરામત માટે ની માંગ ઊભી થઈ છે.તો વિપક્ષ આ મુદ્દે પાલિકા ની કામગીરી સામે પ્રશ્નો કરી લોકોની સુરક્ષા માટે મરામત કરવાની માંગ કરવા સાથે આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે.
ભરૂચ નગરપાલિકા દ્વારા જર્જરિત જોખમી ઇમારતો ને ઉતારી લેવા કે મરામત માટે ચોમાસા પૂર્વે ની કવાયતના ભાગ રૂપે નોટિસ પાઠવવામાં આવી છે ત્યારે પાલિકા સંચાલિત અને ટ્યુશન સહિત વિવિધ વ્યવસાયિક પ્રવુતિ થી ધમધમતા સ્લેબ માંથી ડોકિયાં કરતા સળિયા થી જર્જરિત થઇ ગયેલા સરદાર શોપિંગ સેન્ટર માં સ્લેબ પડતાં ગભરાટ પ્રસરી ગયો હતો.સડ નસીબે વેકેશન હોવાથી કોઈ જન હાની થવા પામી નથી . છેલ્લા કેટલાય વર્ષો થી અહીંના વ્યવસાયકારો મરામત માટેની માંગણી કરી રહ્યા છે પણ પાલિકા ના જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ માત્ર ઠાલા વચનો આપતા રહે છે પણ કામગીરી કરાતી નથી તેથી આવી ઘટનાઓ બની રહી હોવાનું અહીંના વ્યવસાયકારો જણાવી મરામત ની માંગ કરી રહ્યા છે.બીજી બાજુ પાલિકા વિપક્ષ ના નેતા સમસાદ અલી સૈયદ અને તેમના સાથી સભ્યો આ મામલે પાલિકા શાસકો ને આડે હાથ લેતાં પાલિકા માત્ર જોખમી મકાનો અંગે નોટિસ આપી સંતોષ માને છે પણ કોઈ કાર્યવાહી કરાતી ન હોવાનો આક્ષેપ કર્યો છે.પાલિકા અન્ય જોખમી ઇમારતો ના માલિકો ને નોટિસ આપે છે પણ પોતાના સરદાર શોપિંગ સેન્ટર કે અન્ય મિલકતો ની મરામત પ્રત્યે બેદરકાર જોવા મળે છે.અહી ફાયર સેફ્ટી ની પણ કોઈ સુવિધા પણ નથી.પાલિકા દ્વારા મરામત કરવામાં નહી આવે તો પાલિકા ને વિપક્ષ દ્વારા નોટિસ આપવામા આવશે તેવી.ચીમકી પણ ઉચ્ચારી હતી.સરદાર પટેલ ના નામ ને ઉજાગર કરતા ભરૂચ ના શકિતનાથ સ્થિત પાલિકા ના સરદાર શોપિંગ સેન્ટર ની મરામત કરી સરદાર ના નામ ને ઝાંખફ ન લાગે તે માટે પણ આ સેન્ટર ની મરામત પાલિકા ના ભાજપ સત્તાધીશો હાથ ધરે તે આવશ્યક છે.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ