Satya Tv News

IPL 2023ની ફાઈનલ મેચ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિમયમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. ત્યારે જાણો આજે કેવું રહેશે અમદાવાદનું વાતાવરણ.

  • ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ
  • સોમવારે પણ અમદાવાદમાં વરસાદની સંભાવના
  • 32 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી શક્યતાઓ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની ફાઇનલ મેચ રવિવાર (28 મે)ના રોજ રમાવાની હતી, પરંતુ તેમાં વરસાદ વિલન બન્યો. રવિવારની આખી મેચ પર પાણી ફરી વળ્યું હતું. વરસાદના કારણે ટોસ પણ થઈ શક્યો નહોતો. આવી સ્થિતિમાં હવે આ ટાઈટલ મેચનો નિર્ણય આજે (29 મે) રિઝર્વ ડે પર થશે. 

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલ મેચ રમાવાની છે. આ મેચ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ અને હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. પરંતુ સોમવારે પણ અમદાવાદમાં વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં રિઝર્વ ડે પર પણ આ મેચ રમાવી મુશ્કેલ લાગી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો આજે પણ મેચમાં કોઈ વિધ્ન આવે છે તો મહેન્દ્રસિંહ ધોનીનું સપનું તૂટી જશે. એટલે કે હાર્દિક પંડ્યાની ટીમ ગુજરાત ટાઇટન્સને વિજેતા જાહેર કરવામાં આવશે. કારણ કે ગુજરાત ટાઈટન્સ અત્યાર પોઈન્ટ ટેબલ પર ટોચ પર છે. 

ક્રિકેટ લવર્સ માટે એક સારા સમાચાર છે કે મેચ દરમિયાન વરસાદની શક્યતા ઘણી ઓછી છે. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આ ફાઇનલ મેચ સાંજે 7.30 વાગ્યાથી રમાશે. જ્યારે અમદાવાદમાં સાંજે 4થી 6 દરમિયાન વરસાદની સંભાવના 50 ટકાની આસપાસ છે. જ્યારે 7 વાગ્યા પછી આખી રાત વરસાદની શક્યતા શૂન્ય ટકા જણાવવામાં આવી રહી છે.

હવામાન વિભાગે ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી આપી છે, આજે ગુજરાતમાં હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં વરસાદની ચેતવણી જારી કરી છે. ગુજરાતમાં આજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ ખાબકી શકે છે. વાસ્તવમાં, સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સમયે ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. બીજી તરફ ઉત્તર મધ્ય પ્રદેશ અને પાકિસ્તાનની નજીક  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ બન્યું છે. એકસાથે ત્રણ સિસ્ટમ હોવાને કારણે ભારે પવન સાથે વરસાદ પડશે. 

વર્તમાન સિઝનમાં ગુજરાત પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહીને ક્વોલિફાય થયું છે. જ્યારે ચેન્નાઈની ટીમ બીજા નંબર પર રહી હતી. આવી સ્થિતિમાં આ બંને ટીમો વચ્ચે ક્વોલિફાયર-1 મેચ રમાઈ હતી. 23 મેના રોજ રમાયેલી આ મેચમાં ચેન્નાઈનો 15 રને વિજય થયો હતો. ગુજરાત સામે ચેન્નાઈની આ પ્રથમ જીત હતી.

error: