Satya Tv News

અંજાર તાલુકાના ચંદીયા ગામે મજૂરી કરવા બાબતે થયેલી બોલચાલીનું મનદુખ રાખી પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી. પહેલા કુહાડીના હાથાથી શરીરના ભાગે માર માર્યા બાદ કુહાડીનો ઘા માથાના ભાગે ઝીંકી દેતા મહિલાનું ઘટના સૃથળે જ મોત થયું હતું. 

બનાવ અંગે અંજાર પોલીસ માથકેાથી મુન્દ્રા તાલુકાના વાંકી ગામે રહેતા યુવક સામે નોંધાવેલી ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તા. ૨૮-૫ના તેમને જાણ થઈ હતી કે તેમની બહેન ૪૫ વર્ષીય સોનલ જે તેના પતિ સાથે અંજાર તાલુકાના ચંદીયા ગામે રહી શામજી આહીરના બ્લોકના કારખાનામા મજૂરી કામ કરતાં હતા તેમનું અવસાન થઈ ગયું છે. જેાથી ફરિયાદી તેમના પરિવાર સાથે આવતા હતા ત્યારે માલૂમ પડયું હતું કે થરાવડા ગામે તેમની બહેનનો મૃતદેહ રાખવામાં આવ્યો છે. જેાથી ત્યાં જતાં માથાના ભાગે તીક્ષ્ણ હિાથયારના ઘા  નો નિશાન હતો અને શરીરે માર મર્યાના નિશાન હતા જેાથી આ બાબતે સમાજના આગેવાનોને બોલાવી મૃતક મહિલાના પતિ આરોપી ખમુ રમજૂ કોલીની પુછપરછ કરતાં તેણે સ્વીકાર્યું હતું કે, બંને પતિ-પત્નીની મજૂરી કામ બાબતે બોલાચાલી થઈ હતી. જેાથી આરોપીએ કારખાના પાસે પડેલી કુહાડીના હાથા વડે માર માર્યા બાદ માથાના ભાગે કુહાડીનો ઘા ઝીંકી દેતા સોનલબેનનું મૃત્યુ થયું હતું. જે અંગે અંજાર પોલીસ માથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આ અગાઉ પણ આરોપી ખમુએ ફરિયાદીની બહેનને ચાર-પાંચ વખત માર માર્યો હતો પરંતુ બાળકો મોટા થઈ ગયા હોવાથી સામાજિક રાહે સમાધાન કરાવી સોનલબેનને પરત મોકલી દેવામાં આવતા હતા. જેાથી સોનલબેનનો મૃતદેહ જોઈ ફરિયાદીને શંકા જતાં આરોપી બનેવીની પૂછપરછ કરી હતી પરંતુ દીવાલમાં માથું ભટકવાના લીધે સોનલબેનનું મૃત્યુ થયું છે તેવું કહી છટકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ફરિયાદીએ સમાજના લોકોને બોલાવી લેતા અને અમે તને કઈ નહીં કહીએ સાચું કહી દે તેવો આશ્વાસન આપતા આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો

error: