કરજણમાં ગેરકાયદે બાંધકામ કરાયેલ દબાણો
વીજ કંપની દ્વારા ગેરકાયદે થ્રી ફેજ વીજ જોડાણો
વીજ જોડાણ આપવા બાબતની ન્યાયિક તપાસની માંગ
સચોટ પૂરાવા સાથે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાઈ
વહીવટી તંત્રમાં મચ્યો ફફડાટ
કરજણ નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ હોટલ ન્યુ શિવ શક્તિ પર બાંધકામ કરીને કરાયેલ ગેરકાયદે દબાણો દૂર કરવા તેમજ વીજ કંપની દ્વારા ગેરકાયદે થ્રી ફેજ વીજ જોડાણ આપવા બાબત ની ન્યાયિક તપાસ ની માંગ સાથે સોશિયલ એક્ટિવિષ્ટ મહેશ શાહ દ્વારા સચોટ પૂરાવા સાથે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવતાં વહીવટી તંત્ર માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
કરજણના સોશિયલ એક્ટિવિષ્ટ મહેશ શાહ દ્વારા કરજણ નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ ન્યુ શિવ શક્તિ પર ગેરકાયદે બાંધકામ કરીને કરાયેલ દબાણ અને વીજ કંપની માંથી ગેરકાયદે થ્રી ફેજ વીજ જોડાણ આપવા બાબતે RTI થી મેરવવામાં આવેલાં અધિકૃત દસ્તાવેજો ના આધારે ન્યુ શિવ શક્તિ હોટલના ગેરકાયદે દબાણ દૂર કરવા તેમજ વીજ કંપની દ્વારા ગેરકાયદે રીતે અપાયેલ વીજ જોડાણ બાબત ની ન્યાયિક તપાસ ની માંગ સાથે ઉચ્ચ સ્તરે રજુઆત કરવામાં આવતાં વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
સત્યા ટીવી નિમેષ ચૌહાણ સાથે સત્યા ટીવી કરજણ