Skip to main content

Satya Tv News

કોલવણા હાઈસ્કૂલ નું HSC નું ૭૦.૮૩ % પરિણામ

પ્રથમ ત્રણ ક્રમે છોકરીઓએ મેદાન માર્યું

પ્રથમ ક્રમે પટેલ અતુફા મુસ્તાક ૮૧.૫૭%,બીજા ક્રમે પટેલ સામિયાબાનું ઇમરાન ૭૭.૭૧%,ત્રીજા ક્રમે સોલંકી ધ્રુવીબેન હર્ષદસિંહ ૭૭.૫૭ % પ્રાપ્ત કર્યા

આમોદની ધી સાર્વજનિક હાઇસ્કૂલ(ઉ. બુ),કોલવણાનું ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ નું ૭૦.૮૩% પરિણામ આવતા શાળા પરિવાર માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.ફરી એકવાર દિકરીઓએ બાજી મારી તેમની અભ્યાસ પ્રત્યેની રુચિ ઉજાગર કરી હતી.પ્રથમ ક્રમે પટેલ અતુફા મુસ્તાક ૮૧.૫૭%,બીજા ક્રમે પટેલ સામિયાબાનું ઇમરાન ૭૭.૭૧%,ત્રીજા ક્રમે સોલંકી ધ્રુવીબેન હર્ષદસિંહ ૭૭.૫૭% મેળવી શાળાનું અને ગામનું નામ રોશન કર્યું હતુ. પ્રથમ ત્રણ ક્રમે પુનઃ શાળામાં છોકરીઓ એ બાજી મારી હતી.ત્રણેય છોકરીઓ ઉચ્ચ અભ્યાસ કરી આગળ વધી સમાજનું અને પોતાના પરિવારનું નામ રોશન કરવાની મહેચ્છા ધરાવે છે.તમામ વિદ્યાર્થીઓને શાળા પરીવાર,ટ્રસ્ટી ગણ,આચાર્ય નઝીર ભાઈ અને સરપંચ ઝફર ગડીમલ તેમજ વાલીઓએ અભિનંદન પાઠવી તેઓ ઉચ્ચ અભ્યાસ માં આગળ વધે અને શાળાનું તેમજ ગામનું ગૌરવ વધારે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સાથે સત્યા ટીવી વાગરા

error: